
– કોરોના સંકટને કારણે લાગુ લોકડાઉનથી MSME ક્ષેત્ર પર મોટો ખતરો
– રેટિંગ એજન્સી ક્રિસિલનું કહેવું છે કે, માંગમાં ઘટાડો થવાથી ખતરો ઉભો થયો
– રિપોર્ટ અનુસાર નાના ઉદ્યોગકારોને આત્મનિર્ભર ભારત પેકેજથી વધુ રાહત નહીં મળે.
મુંબઈ : દેશના કુલ સ્થાનિક ઉત્પાદમાં (GDP) વર્તમાન નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાંચ ટકાનો ઘટાડો થતાં ભારતીય ઉદ્યોગની આવકમાં પણ 15 ટકાનો ઘટાડો થઈ શકે છે.એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,આ સ્થિતિ દેશના સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ એન્ટરપ્રાઇઝ (MSME) પર ‘અસ્તિત્વનું સંકટ’ ઉભી કરી શકે છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,સરકાર દ્વારા જાહેર કરાયેલ આત્મનિર્ભર પેકેજથી આ ઉદ્યોગોને ઓછી રાહતની સંભાવના છે.રિપોર્ટમાં કહેવું છે કે,નાના ધંધાર્થીઓ માટે અસ્તિત્વ ટકાવી રાખવા માંગ વધવી જરૂરી છે.
MSME સેક્ટરની આવકમાં 21 ટકાનો ઘટાડો થશે : અભ્યાસ
સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલે (CRISIL) રિપોર્ટમાં જણાવ્યું કે,MSME સેક્ટરમાં 21 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.આવી સ્થિતિમાં તેમનો ઓપરેટિંગ નફો 4થી 5 ટકા જ રહેશે.એજન્સીના અંદાજ મુજબ કોરોના વાયરસની અસરને કારણે દેશની GDPમાં પાંચ ટકાનો ઘટાડો થઈ શકે છે.
આત્મનિર્ભર પેકેજની માત્ર ઓછી રાહત
કોરોના વાયરસના કારણે દેશભરમાં લગભગ ત્રણ મહિના લોકડાઉન રહ્યું,જેને ખોલવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા.કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકે MSME સેક્ટરની મદદ માટે કેટલાક પગલાંની જાહેરાત કરી છે.MSME સેક્ટરને 3 લાખ કરોડ રૂપિયા સુધીની ગેરંટી મુક્ત લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
MSME સેક્ટરમાં કુલ દેવામાં 32 ટકા લોન સૂક્ષ્મ એન્ટરપ્રાઇઝની
અહેવાલમાં વધુ જણાવ્યું કે,ચીજવસ્તુઓના ઘટેલા ભાવથી લાભ ઉઠાવી શકાય છે,જોકે અર્થવ્યવસ્થામાં નબળી માંગના કારણે નાના ઉદ્યોગ-ધંધાર્થીઓ આનો લાભ ઉઠાવી શકશે નહીં.સૌથી મોટી અસર સૂક્ષ્મ એન્ટરપ્રાઇઝમાં જોવા મળશે. MSME સેક્ટરમાં કુલ દેવામાં 32 ટકા લોન સૂક્ષ્મ એન્ટરપ્રાઇઝની છે.ધ્યાનમાં રાખો કે સૂક્ષ્મ એન્ટરપ્રાઇઝ મહેસૂલ વૃદ્ધિ,ઓપરેટિંગ પ્રોફિટ માર્જીન અને કાર્યકારી મૂડી મામલે મોટો સામનો કરી રહી છે.