વલસાડ, 17 જૂન : મંગળવાર સંઘપ્રદેશ દાનહ અને દમણ માટે અમંગળ બન્યો હતો.અહીં દાનહમાં એક સાથે 9 પોઝિટિવ કેસ આવ્યા હતા જ્યારે દમણમાં પણ એક જ દિવસમાં 5 કેસ પોઝિટિવ આવ્યા છે.દાનહમાં અત્યાર સુધી દાદરા ગામમાં જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા પરંતુ આજે શહેરી વિસ્તાર સેલવાસમાં 9 કેસ સામે આવ્યા છે જેમાં મોટાભાગના ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.સોસાયટી અને આજુબાજુના વિસ્તારને કંટાઈમેન્ટ કરવામા આવ્યા.સંઘપ્રદેશ દાનહમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના મોટાભાગના કેસ દાદરા ખાતે સ્લમ વિસ્તારમાં ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ સાથે લોકોલ સંક્રમણને કારણે આવતા હતા જેમાં મંગળવારના રોજ સેલવાસ શહેરી વિસ્તારમાં એક સાથે નવા નવ કેસ પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી છે.સંઘપ્રદેશ દાનહમાં વધારે પડતા ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓ જ કોરોના પોઝીટીવના કેસો વધી રહ્યા છે.સેલવાસના પદમાવતી વિહાર સોસાયટીમા ચાર વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાથી મંગળવારે બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.આ સોસાયટી અને આજુબાજુના વિસ્તારને કંટાઈમેન્ટ કરવામા આવેલ છે.જાણવા મળ્યા મુજબ પ્રદેશમા કુલ 30 કોરોના પોઝીટીવના કેસો સક્રિય છે જેમાથી 9 રીકવર થયા છે.
સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોવિંદ 19 મહામારીએ 9મી જુન સુધી નાનકડા સંઘપ્રદેશ દમણમાં આવી શકી ન હતી. જોકે, હવે માત્ર 7 દિવસમાં જ પ્રદેશમાં મંગળવારે વધુ 5 કેસો આવતા એક્ટિવ કેસની કુલ સંખ્યા 11 ઉપર પહોંચી છે.ડાભેલના કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોરોન્ટાઇન કરાયેલા બે યુવકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.ગત 9મી જુનના રોજ મુંબઈથી પરત આવેલા એક 41 વર્ષના પુરૂષ તેમજ 4 વર્ષની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પુરૂષને હેટલ કોરન્ટાઈન કર્યો હતો. જ્યારે બાળકીને તેના માતા-પિતા સાથે ખારીવાડમાં તેના ઘરે કોરન્ટાઈન કરાઈ હતી. જોકે આ બન્નેના રિપોર્ટ પોઝિટિવ બાદ મરવડની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ એક દિવસના આંતરે બે કેસો પોઝિટિવ મળી રહ્યા છે. અગાઉ ડાભેલના સ્થિત વિજય બાર એન્ડ રેસ્ટોરન્ટમાં રહેતો અને વાપીની વેલસ્પન કંપનીમાં નોકરી કરતો યુવક પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલાને કોરોન્ટાઇન કરાયા હતા. આ બિલ્ડિંગમાં રહેતા 25 વર્ષના બે યુવકોના સેમ્પલ મંગળવારે કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે જરૂરી કાર્યવાહી કરી હતી.નાની દમણના દિલિપ નગરની દિલિપ એમ્પાયર બિલ્ડિંગને સીલ કરી છે.જ્યારે સાંજે કચીગામના મોટી કોળીવાડના 30 વર્ષિય મહિલા,ડાભેલ ડાહ્યાભાઈના બંગલાની બાજુમાં આવેલી ચાલમાં રહેતા 36 વર્ષિય યુવક અને વાપીમાં રહેતા 37 વર્ષિય યુવક કોરોન્ટાઈનમાં હતો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ હાલમાં બુધવારે મળેલા નવા પાંચ કેસ સાથે દમણમાં કોરોના પોઝિટિવના એક્ટિવ કેસોનો કુલ આંક 11 ઉપર પહોંચ્યો છે.
મહારાષ્ટ્ર-મુંબઈથી પાંચ આવ્યા હતા.મહારાષ્ટ્રના જલગાવથી 3 વ્યક્તિ અને એક મુંબઈથી આવેલો જેઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.જે ત્રણેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.બીજા બે વ્યક્તિ ટ્રીટ રીસોર્ટમાં ક્વોરોન્ટાઇન કરેલા જેઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.
કન્ટેનમેન્ટમાંથી ત્રણ પોઝિટિવ કેસ મળ્યા.ડાભેલના આટિયાવાડ વિસ્તારમાં વિજય બારની બિલ્ડિંગમાં રહેતા યુવકનો અગાઉ પોઝિટિવ રિપોર્ટ આવતા બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી.અહીંથી લીધેલા સેમ્પલમાં મંગળવારે વધુ 3 કેસ પોઝિટિવ નિકળ્યા છે.
બે દર્દી તાવની સારવાર લેતા હતા.સિવિલમાં બે વ્યક્તિ ફ્લુના દર્દીઓ હતા જેઓના સેમ્પલ લઈને તપાસ કરાતા રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. જેથી પ્રદેશમાં કુલ 39 કેસ પોઝિટિવ થયા છે.જેમાથી 9 વ્યક્તિઓ રિકવર થયા છે.
કચીગામના મોટી કોળીવાડમાં રહેતી અને પીએચસીમાં નોકરી કરતી 30 વર્ષિય મહિલાની હાલ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ સર્વેની કામગીરી દરમિયાન દર્દીના સંપર્કમાં આવવાથી કોરોના પોઝિટિવ થયો હોવાનું જાણવા મળે છે.