વ્યારા, 18 જૂન : સંસ્કારી નગરી ગણાતી વ્યારામાં નગરનાં સાત નબીરાઓ એ સગીર વયની યુવતિના નગ્ન ફોટા અને વિડીયો એકબીજાને વાયરલ કરી તેણીની પાસેથી અઘટિત માંગણીઓ કરી માંગણી નહી સ્વિકારે તો ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સગીરની જાતિય સતામણીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નગરમાં આ કિસ્સો ખાસ્સો ચર્ચામાં આવ્યો છે તેમજ લોકો આ સાતેય નબીરાઓ ઉપર ફિટકાર વરસાવી રહ્યાં છે.વ્યારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારા ખાતે એક સગીર વયની યુવતિને યશ જીતુભાઇ ઢીમ્મર રહેવાસી- અભિષેક એસ્ટેટ તળાવ રોડ વ્યારાએ લગ્નની લાલચ આપી ફોસલાવી પટાવી યુવતિનાં નગ્ન ફોટા અને વિડીયો મોબાઇલ ફોન ઉપર વોટસેપ ઉપર મંગાવી તેણે નગ્ન ફોટા તથા નગ્ન વિડિયો આરોપી નબીલ સફા પઠાણ રહેવાસી – માલીવાડ વ્યારા તથા કાર્તિક ચંન્દ્રકાંત પટેલ રહેવાસી – કોળીવાડ વ્યારાને વાયરલ કરી દેતા તેઓએ આરોપી ( ૧ ) અક્ષય ધીરૂભાઇ પટેલ રહેવાસી – સ્વામિનારાયણ મંદિર પાસે વ્યારા ( ૨ ) કેવિન રાજુભાઇ રાણા રહેવાસી- ગોલવાડ વ્યારા ( ૩ ) ઉત્સવ હિતેશભાઇ શાહ રહેવાસી- સુરતી બજાર વ્યારા ( ૪ ) વિજય ઉર્ફે વિજેન્દ્ર જયંતિલાલ સોલંકી રહેવાસી- નવી વસાહત વ્યારા નાઓને વાયરલ કરતા તેઓએ ફરીયાદીની છોકરીને બ્લેક મેઇલ કરી ” તારા ઓપન ફોટા અને વિડિયો અમારી પાસે છે,તું અમને ચાન્સ આપ નહી તો,તારા ઓપન ફોટા અને વિડિયો બધા ગૃપમાં વાયરલ કરી દઇશુ,તેવી ધમકીઓ આપી જાતીય માંગણીઓ કરી તેમજ સગીર યુવતિનો કેવિન રાણા અને વિજય ઉર્ફે વિજેન્દ્ર સોલંકીએ પીછો કરી હેરાન કરી તથા આરોપી યશ જીતુભાઇ ઢીમ્મરએ સગીર યુવતીને જબરદસ્તીથી હોઠ ઉપર જાતીય સતામણી કરી ગુનો કર્યો હતો.જે અંગે વ્યારા પોલીસમાં ફરિયાદ મળતાં જ પોલીસે ઈ.પી.કો. કલમ 509, 354 (એ) (1), 354 (સી), 354(ડી) 114 ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેંસ એક્ટ 2012ની કલમ 7,12,17 તથા આઇ.ટી. એક્ટ 66(ઈ), 67(બી) મુજબ સાત આરોપીઓ ઉપર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.