વલસાડના ધરમપુરમાં વરલી મટકાનો જુગાર રમતા 6 ઝડપાયા

286

લસાડ, 18 જૂન : ધરમપુર તાલુકાના બોપી ગામે ઝાડ નીચે વરલી મટકાનો જુગાર રમતા 6 ઇસમોને પોલીસે છાપો મારી ઝડપી લીધા છે.આ તકે તમામ પાસેથી 8580 રૂપિયા કબ્જે કરવામાં આવ્યા છે.પોલીસે પાડેલી રેડને પગલે જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.વલસાડ ધરમપુર તાલુકાના બોપી ગામે ખોળી ફળિયામાં વરલી મટકાનો જુગાર રમતા હોવાની બાતમી ધરમપુર પોલીસને મળી હતી. જેના આધારે ધરમપુર પોલીસે ગતરોજ ખોળી ફળિયામાં છાપો મારતા મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમી રહેલા છ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.આ તકે તમામની તપાસ હાથ ધરતા વરલી મટકાના રૂપિયા 8580 જેટલી રોકડ રકમ મળી આવી છે.

મહત્વનું છે કે,પોલીસે આ અગાઉ પણ ધરમપુરની આસપાસના વિસ્તારમાં વરલી મટકાના જુગારના અડ્ડા ઉપર રેડ પાડીને કેટલાક લોકોને પકડયા હતા,પરંતુ તેમ છતાં પણ ફરીથી અડ્ડાઓ ધમધમતા થયા છે.

Share Now