વલસાડ,18 જૂન : વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ટાઉન પોસ્ટ્ ઓફિસ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે તાત્કાલિક અસરથી એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી 14 જૂન સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અનુસાર વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકામાં ટાઉન પોસ્ટ ઓફીસની પાછળ આવેલા પારસમણિ એપાર્ટમેન્ટમના રૂમ નં.502ને એ.પી.સેન્ટર અને પારસમણિ એપાર્ટમેન્ટિ એ-વીંગ અને બી-વીંગના તમામ હદ વિસ્તાટરને કન્ટે્ઇનમેન્ટ એરીયા જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર પ્રતિબંધિત કરવામાં આવી છે.આ વિસ્તારોના રહેવાસીઓને આવશ્યક ચીજ વસ્તુઓ ચીફ ઓફિસર,વાપી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડશે.આ હુકમનો ભંગ કરના વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટસર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.