ભીલાડથી ખેર સાથે ઝડપાયેલ ટ્રક ચાલક 2 દિવસના રિમાન્ડ પર

284

વલસાડ, 18 જૂન : ભીલાડ વ્યારાના મઢીગામથી ખેરનો 6.872 ઘન મીટરનો જથ્થો અંદાજીત કિંમત રૂ.6 લાખ ટ્રક ન.GJ.6.Z.8195માં ભરી મહારાષ્ટ્ લઈ જવાતા ભીલાડ પોલીસે ભીલાડથી ઝડપી પાડી વન વિભાગને સુપરત કર્યો હતો. જે ટ્રક ચાલકને બુધવારના રોજ ઉમરગામ કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વ્યારા મઢીના સૈયદ શેખ નામની વ્યક્તિએ ટ્રકમાં 379 નંગ ખેરના છોલેલે લાકડાં 6.872 ઘન મીટર જેની કિંમત રૂ.6 લાખ ભરી મહારાષ્ટ્ રવાના કર્યા હતા. ભીલાડ પાસે પોલીસે ટ્રક રોકી વન વિભાગને જથ્થો સુપરત કર્યો હતો. વન વિભાગે ટ્રક ચાલક અબ્રાઅર શેખ (રે,વાપી)ની અટક કરી પૂછપરછ કરતા જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હોવાની જાણકારી મેળવી હતી.ટ્રક ચાલકને બુધવારે ઉમરગામ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.ખેરનો જથ્થા અંગે વધુ તપાસ એચ.એસ.પટેલ,રૂપક સોલંકી,મિતુલ પટેલ અને તેમની ટીમ કામે લાગી છે.

Share Now