વલસાડ જિલ્લા‍ની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

289

વલસાડ,18 જૂન: વલસાડ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી અને બહુમાળી મકાનમાં આવેલી સરકારી કચેરીઓ,નગરપાલિકાઓ,પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીઓ તેમજ જ્યાં રોજે – રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય, અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ આવ્યા ન હોય તે સિવાયના અનઅધિકૃતવ્યક્તિઓને કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતાં અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઇરાદો રાખતા આવા વ્યકિતઓ/ઇસમોના પ્રવેશ ઉપર તાત્કાાલિક અસરથી 30 જૂન સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

Share Now