વલસાડ જિલ્લાના 442 ગામો કોરોનામુક્ત

268

વલસાડ,18 જૂન : વલસાડ જિલ્લાના 460 ગામો અને 5 નગરપાલિકાઓની કુલ વસતિ 19,19,643 છે.જે પૈકી 17 જૂન સુધીમાં 18 ગામો અને ચાર નગરપાલિકાઓ કોરોના વાઇરસ અંતર્ગત અસરગ્રસ્ત થયા છે.જે મુજબ અસરગ્રસ્ત ગામોની ટકાવારી 3.91 ટકા અને અસરગ્રસ્ત વસતિની ટકાવારી 0.83 ટકા છે. આજે 442 જેટલા ગામો કોરોનામુક્ત રહ્યા છે.જિલ્લામાં આજદિન સુધી 4586 સેમ્પલ લેવાયા છે,જે પૈકી 4527 સેમ્પલ નેગેટીવ અને 58 સેમ્પલ પોઝીટીવ આવ્યા છે.જિલ્લામાં 17 જૂન સુધીમાં કોવિડ-19ના નોંધાયેલા કુલ 58 પોઝીટીવ કેસો પૈકી 42 સાજા થયા છે અને ત્રણ વ્યક્તિોના મરણ થયાં છે.જે મુજબ મરણની ટકાવારી 5026 ટકા થાય છે.વલસાડ જિલ્લામાં ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કૉલેજ વલસાડ ખાતે 140 આઇસોલેશન બેડ અને 18 આઇ.સી.યુ. બેડ જ્યારે શ્રેયસ મેડીકેર હોસ્પિયટલ વાપી ખાતે 100 આઇસોલેશન બેડ અને 20 આઇ.સી.યુ. બેડ સાથે કાર્યરત છે.

5 થી 17 જૂન દરમિયાન જિલ્લામાં આવેલા 3.78 લાખ ઘરો પૈકી 64,957 ઘરોનું સર્વે કરાયું છે.આ સર્વેમાં કોમોરબીડવાળા 6495 વ્યક્તિઓની સંખ્યા ૩ નોંધાઇ છે. જિલ્લાની તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી ૬ કેસો નોંધાયા છે.

વલસાડ જિલ્લાની આઇ.ઇ.સી. અને સપ્તતધારા ટીમ દ્વારા જનજાગૃતિ માટે કોરોના વાઇરસ સામે જાગૃત રહેવાની જવાબદારી સૌ નાગરિકો નિભાવે અને સામાજિક અંતર રાખવા,માસ્ક પહેરવા,ભીડભાડવાળી જગ્યાએ ન જવા,હાથ ધોવા માટે સાબુ અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને આરોગ્ય વિભાગ દ્વારા મળતી માર્ગદર્શિકાઓનું ચુસ્તનપણે પાલન કરી વિના કારણે ઘરમાંથી બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share Now