વલસાડ, 18 જૂન : વલસાડ સ્ટેડિયમ રોડ ઉપર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો સાથે ભેગા થઇને પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ખેંચવાની બુલંદ માગ કરી હતી.જિ.પં.વિપક્ષ નેતા ભોલા પટેલ,પાલિકા વિપક્ષ નેતા ગીરીશભાઇ દેસાઇ,મહામંત્રી અલ્કેશ દેસાઇ,જયશ્રીબેન પટેલ,ભાવનાબેન નાયક,યુથ કોંગ્રેસ કાર્યકરોએ જિલ્લા કલકેટર કચેરીએ પહોંચી કલેકટર આર.આર.રાવલને આવેદન પત્ર આપ્યું હતું.