વલસાડ, 18 જૂન : દમણમાં માત્ર સાત દિવસમાં જ એક પછી એક કોરોના પોઝિટિવના 11 કેસ આવતા તંત્રમાં દોડધામ મચી છે.સંક્રમણને વધુ અટકાવવા પ્રશાસને મંગળવારે ડાભેલ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન અને એપી સેન્ટર જાહેર કરી સિલ કરી દીધું છે.દમણના સોમનાથને જોડતો ડી-માર્ટ સામેનો રોડ સીલ કરી દેવાતા ડાભેલમાં અવર જવર ઉપર પ્રતિબંધ મુકાયો છે.ડાભેલ અને સોમનાથ વિસ્તારના કંપની કર્મચારીઓ પર દમણમાં જવા પર પ્રતિબંધ મુકાયો છે. ડાભેલમાં દુકાનો અને અન્ય કોર્મશિયલ એક્ટિવિટી 5 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આરોગ્ય વિભાગ આ વિસ્તારમાં લોકોના સેમ્પલ એકત્રિત કરી અને કામદારોની માહિતી એકત્ર કરશે.આવશ્યક જરૂરી ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો માટે અને સામાન્ય નાગરિકોને કોઇ તકલીફ ઊભીો ન થાય એ માટે રોડ ખુલ્લો રાખવામાં આવ્યો છે.નાનકડાં સંઘપ્રદેશદમણમાં મંગળવારે એક સાથે કોરોના પોઝિટિવના 5 કેસો આવતા માત્ર 7 દિવસમાં જ એક્ટિવ કેસની કુલ સંખ્યા 11 પર પહોંચી છે.
અપ ડાઉન કરનારાનો રેન્ડમલી ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે.દમણમાં નોકરી,ધંધા રોજગાર અર્થે ઇપાસથી ડેઇલી આવનારા લોકોનું આરોગ્ય વિભાગ કોરોના ટેસ્ટ કરાવી રહ્યું છે.ફોન કરીને તેમને સેમ્પલ આવવા માટે મરવડ હોસ્પિટલમાં બોલાવવામાં આવી રહ્યા છે.હાલમાં 100થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.