બારડોલી : બારડોલીમાં કોરોનામાં લોકડાઉનને કારણે બેકાર બનેલા ઓરકેસ્ટ્રા,કલાકારો,ડી.જે. સાઉન્ડ અને લાઇટ તેમજ બ્રાસ બેન્ડ ચલાવતા કલાકારોએ આર્થિક પેકેજની સહાયત માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
છેલ્લા ત્રણ મહિનાથી કોરોના વાઇરસની મહામારીને કારણે સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉન દરમ્યાન વર્તમાન લગ્નગાળા સહિત વિવિધ મનોરંજન કાર્યક્રમો ઉપર પાબંધી આવતા બારડોલીમાં રહેતા અનેક ઓરકેસ્ટ્રા કલાકારો, ગાયકો સહિત સાઉન્ડ અને ડીજે સંચાલકો બેકાર બન્યા છે.મનોરંજન ક્ષેત્રે સંકળાયેલા કલાકારોએ જેમ તેમ ત્રણ માસ ગુજાર્યા બાદ આગામી સમય પણ કપરો લાગતાં મુશ્કેલી વધી ગઈ છે.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તેઓ અન્ય લોકો પાસે મદદ માટે હાથ લંબાવી શકે તેમ નથી.આવી પરિસ્થિતીમાં બેરોજગાર બનેલા કલાકારોએ બારડોલીના પ્રાંત અધિકારી સમક્ષ આવેદનપત્ર આપી તમામ કલાકારોને રાહત પેકેજની માંગણી કરી હતી.