બાલદામાં પથારીવશ વૃધ્ધા અને વેલસ્પનનો કર્મી પોઝિટિવ

267

વલસાડ,19 જૂન : વલસાડ જિલ્લામાં બુધવારે વધુ બે કોરોનાના કેસ નોંધાય હતાં.જેમાં પારડીના બાલદા અને વેલસ્પન કંપનીના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયું હતું.જોકે,વાપીમાં બુધવારે એક પણ કેસ નોંધાયો ન હતો. બાલદાગામની 60 વર્ષીય વૃધ્ધાનો કોરોના પોઝિટિવ કેસ નોધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.બાલદા બાવરી મોરા ફળિયા ખાતે રહેતી વૃધ્ધ મહિલા છેલ્લા આઠ વર્ષથી પથારીવશ હતી.તેમની તબિયત લથડતાં રવિવારે પારડી મોહનદયાળ હોસ્પિટલ ખસેડાઇ હતી.જ્યાં તાવની ફરિયાદ જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જયાં સેમ્પલ લેવાતાં બુધવારે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.આ વૃધ્ધાના પરિવારમાં છ જેટલા લોકલમાં સેંટિંગનું કામ કરતાં હતાં.આ પથારીવશ વૃધ્ધાને કઈ રીતે કોરોના સંક્રમિત થયા તે બહાર આવી શકયુ નથી.કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાલદામાં 110 ઘરો અને 640 લોકોની વસ્તી ધરાવતા બાવરીમોરા ફળિયામાં કોરોના કઈ રીતે કોરોના પ્રવેશ્યો તે બાબતે સ્થાનિકો ચિતાંમાં છે.

યુપી પરત ફરતા સંક્રમણનો ભોગ બન્યો. પારડીના ઉદવાડા (રેંટલાવ)સાંઇ દર્શન ડી બ્લોકમાં રહેતાં દિપકભાઇ ટ્રીલોક મલરા (ઉ.વ.41) ઉત્તરપ્રદેશના લખનઉથી આવ્યાં છે. જેમની તબિયત લથડતાં સિવિલમાં સેમ્પલ લેવાયુ હતું.જયાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.દિપકભાઇ મોરાઇની વેલસ્પન કંપનીમાં કામ કરતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.જેમના સંપર્કમાં કેટલા લોકો આવ્યાં છે.જેની યાદી આરોગ્ય વિભાગ તૈયાર કરી રહ્યુ છે.પારડી તાલુકામાં આ અન્ય રાજયના કેસ સાથે હવે કુલ 4 કેસ થયાં છે.

Share Now