– આઈપીએલમાં ચીનની વીવો કંપની સ્પોન્સર છે અને તે ઘણા રૂપિયા આપે છે
એક તરફ દેશમાં ચીની ઉત્પાદનોનો વિરોધ થઇ રહ્યો છે યાં બીજી વાજું બીસીસીઆઈએ સ્પષ્ટ્ર પે કહી દીધું છે કે,તેઓ આઇપીએલના પ્રયોજક વીવો સાથે પોતાનો કરાર રદ કરશે નહીં. બીસીસીઆઈ એ કહ્યું હતું કે,તેઓ આગામી સમય માટે પોતાની સ્પોન્સર નીતિ પર સમીક્ષા કરવા માટે તૈયાર છે પરંતુ હાલના આઈપીએલ ટાઈટલ સ્પોન્સર વીવોને લઈને કરાર રદ કરવાનો કોઈ જ ઈરાદો નથી.સાથે બોર્ડના કોષાધ્યક્ષ અણ ધુમલનું કહેવું છે કે,બીસીસીઆઈમાં ચીની કંપનીથી પિયા આવી રહ્યા છે જેનાથી દેશને ફાયદો થઇ રહ્યો છે, ચીનને નહીં.અત્રે ઉલ્લેખનીય છે કે,બીસીસીઆઈના સેક્રેટરી તરીકે જય શાહ છે અને તેમના પિતા અમિત શાહ દેશના ગૃહમંત્રી છે.
લદાખમાં ભારત ચીન સીમા પર ગલવાનમાં બંને દેશો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી અને તણાવના કારણે દેશમાં ચીન વિરોધી માહોલ જોવા માટે મળી રહ્યો છે. ચાર દાયકાથી પણ વધારે સમય બાદ ભારત ચીન સરહદ પર થયેલી હિંસામાં ભારતીય સેનાના ઓછામાં ઓછા ૨૦ જવાનો શહીદ થઇ ગયા છે.ત્યારબાદ ચીની ઉત્પાદનોના બહિષ્કારની માંગણી વધી રહી છે. ધુમલે કહ્યું હતું કે,આઈપીએલ જેવી ભારતીય ટુર્નામેન્ટમાં ચીની કંપનીઓના સ્પોન્સરથી દેશને ફાયદો થઇ રહ્યો છે. બીસીસીઆઈને વીવો તરફથી વર્ષે ૪૪૦ કરોડ પિયા મળે છે જેનો પાંચ વર્ષનો કરાર ૨૦૨૨માં પૂર્ણ થઇ જશે