વલસાડ જિલ્લા પંચાયતની આઉટસોર્સિંગ એજન્સીઓના કર્મીઓને લાભો નહી ચૂકવાતાં વિરોધ

318

વલસાડ, 19 જૂન : વલસાડ જિલ્લા પંચાયતની આઉટ સોર્સિંગ એજન્સીઓ હેઠળ ફરજ બજાવતાં કર્મચારીઓને નિયત વેતન ચૂકવાતું ન હોવાના મુદ્દે વિરોધ વંટોળ ઉઠ્યો છે.જિલ્લા પંચાયત દ્વારા આ એજન્સીઓને કર્મીઓ માટે નિયત કરાયેલું વેતન,ઇપીએફ,ઇએસઆઇ અને બોનસ કેટલું ચૂકવણું કરવાની માહિતી મોકલવાના આરોગ્ય અને વિકાસ કમિશ્નરના પરિપત્રો અને સૂચનાઓને પણ ધોળીને પી ગયા છે તેવો આક્ષેપ કર્મીઓના સંગઠને કર્યો છે.આ મુદ્દે ગુજરાત જનતા જાગૃતિ મંચે મામલો ઉઠાવી કર્મીઓ સાથે ગુરૂવારે ડીડીઓને લેખિત રાવ કરી ન્યાયની માગ કરી છે.

સરકારી લાભો ન ચૂકવનાર એજન્સીઓને બ્લેક લિસ્ટ કરો આ મામલે તાત્કાલિક તપાસ કમિટિની રચના કરી કેટલા કર્મીઓને સરકાર દ્વારા અપાતા લાભો અને ચૂકવણાં થયા નથી અને સરકારે આપેલો પગાર વધારો ચૂકવાયો છે કે નહિ તેની તપાસ કરાવી જમા નહિ કરાવેલા નાણાંની એજન્સીઓ પાસે વસુલાત કરી આવી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા દાદ માગવામાં આવી છે.

જિ.પં.ના અધિકારીઓની કામગીરી શંકાસ્પદ એજન્સીઓ દ્વારા થતાં મોટાપાયે શોષણમાં જિ.પં.ના અધિકારીઓની કામગીરી શંકાસ્પદ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. વેતન,ઇપીએફ ઇએસઆઇ,બોનસના ચૂકવણાની માહિતી મોકલવા કમિશ્નરોની સૂચના અને પરિપત્રોનું આ સચૂનાઓનું કડક અમલ કરવામાં આવે તો આઉટસોર્સિંગ કર્મીઓનું મોટાપાયે થતું શોષણની વિગત બહાર આવે તેમ છે.

Share Now