હવે ગુજરાતના અમદાવાદ,વડોદરા,રાજકોટ,ભાવનગરવાસીઓ ને દમણ માં પ્રવાસ કરી પોતાના સમયે ઘરે પાછા આવી શકાય તેવી વ્યવસ્થા સરકાર કરવા જઈ રહી છે.
પ્રશાસન દ્વારા દીવ-દમણ અને દાદરાનગર હવેલીના પર્યટન અને અર્થતંત્રને લાભ મળે તે હેતુથી દમણ ભારતીય કોસ્ટ ગાર્ડનો હવે ઘરેલૂ ઉડ્ડાન માટે ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે.અમદાવાદ,સુરત જેવા શહેરોથી સંઘપ્રદેશના નાગરિકો હવે હવાઈમાર્ગે જોડાઈ શકશે.વધુમાં આ માટે વડાપ્રધાન મોદીજી,રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીનો સંઘપ્રદેશની જનતા આભાર માન્યો હતો.આ સેવા શરૂ થતાં સંઘપ્રદેશ નાગરિકોને આર્થિક ઉપાર્જન અને પર્યટનની નવી તકો ઊભી થશે.આ નિર્ણય ને પગલે પર્યટન શોખીન જનતા માં આનંદ ની લાગણી ફેલાઇ ગઇ છે.