સુશાંતનાં મોત બાદ કરણ જોહરની ઉંઘ હરામઃ ફોલોઅર્સ ઘટી રહ્યા છે

334

મુંબઇ,તા.૧૯: એકટર સુશાંતસિંહ રાજપૂતના સુસાઇડ સાથે બહાર આવેલો બોલીવુઢનો સગાવાદ એટલી હદે સોશ્યલ મીડિયા પર પ્રસરી ગયો છે કે ડીરેકટર-પ્રોડયુસર કરણ જોહરની ઉંઘ હરામ થઇ થઇ છે. સુશાંતના મૃત્યુ પછી કરણ જોહરના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી ફોલોઅર્સ ઘટવાનું શરૂ થઇ ગયું છે. કરણે ચાર દિવસમાં પોતાના ટિવટર-હેન્ડલ પરથી ૪ લાખ ફોલોઅર્સ ઓછા કર્યા તો એની સામે ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પરથી આ ૪ દિવસમાં એક લાખ જેટલા ફોલોઅર્સ ઓછા થયા છે. સગાવાદને પ્રોત્સાહન આપવાના નામે કરણ જોહરને એટલી હદે ટ્રોલ કરવામાં આવતો હતો કે કરણ જોહરે થોકી-હારી-કંટાળીને ટિવટર અકાઉન્ટ પર માત્ર ૮ જ અકાઉન્ટને ફોલો કરવાનું શરૂ કરીને પોતાનું સર્કલ નાનું કરી નાખ્યું.કરણ અત્યારે જે ૮ અકાઉન્ટને ફોલો કરે છે એમાં ત્રણ તો પોતાની કંપની જ છે, જયારે ૪ વ્યકિતમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અક્ષયકુમાર, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને તેનો નાનપણનો ફ્રેન્ડ તથા ધર્મા પ્રોડકશન્સના સીઇઓ અપૂર્વ મહેતાનો સમાવેશ છે. પોતે જ પોતાની જાતને ઇન્ડસ્ટ્રીનો બેસ્ટ ગોસિપબાજ તરીકે ઓળખાવનાર કરણ જોહરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ૩૦૦થી વધુ લોકોને ફોલો કરવાનું બંધ કરી દીધુ છે.

આટલું ઓછું હોય એમ કરણ જોહરના મોબાઇલ પર પણ સુશાંતની તરફેણના અઢળક મેસેજ આવવાનું શરૂ થઇ ગયું હતું.બે દિવસ તો કરણે બધુ ચલાવ્યું,પણ પછી તેનાથી સહન ન થતાં કરણે બુધવારે પોતાનો મોબાઇલ-નંબર જ બદલી નાખ્યો. કરણ જોહરે આ નવો નંબર ગઇ કાલ સુધી માત્ર સીલેકટિવ લોકો સાથે જ શેર કર્યો હતો.આમ સુશાંતસિંહ રાજપૂત જીવતા જીવ તો કરણ જોહરને કશું કરી શકયો નહીં, પણ મર્યા પછી તે કરણ જોહરને નડી ગયો ખરો.

Share Now