– ગુજરાતમાં સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણી નિર્ધારિત સમયે એટલે કે સપ્ટેમ્બર-ઓકટોબરમાં યોજાશે પરંતુ તે પહેલાં મહાનગરોમાં બેઠકોની સંખ્યામાં વધારો કરાશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપે તૈયારી કરી દીધી છે.પોતાની વ્યૂહરચનાના ભાગપે ભાજપની સરકારે રાયના છ મહાનગરોની હદ વધારવાનો નિર્ણય કરતાં હવે આ શહેરોમાં વોર્ડ અને કોર્પેારેટરોની સંખ્યામાં વધારો થશે.કોરોના સંક્રમણ સમયે ભાજપના માથે માછલાં ધોવાઇ રહ્યાં છે અને કેન્દ્રીય મોવડીમંડળ કેટલાક મુદ્દે પ્રદેશ ભાજપની કામગીરીથી નારાજ છે ત્યારે મુખ્યમંત્રી વિજય પાણી માટે સ્થાનિક સ્વરાયની સંસ્થાઓમાં વિજય મેળવવો આવશ્યક છે.જો આ પરિણામ સારા આવ્યાં તો તેમને ૨૦૨૨ સુધી કોઇ હટાવી નહીં શકે.
ગુજરાતના ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું હતું કે ચૂંટણી પહેલાં અમાં કામ વધી ગયું છે, કારણ કે અમદાવાદ,વડોદરા,સુરત,ભાવનગર,રાજકોટ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પેારેશનની હદ વધારવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેથી અમારે તમામ મહાનગરોમાં વોર્ડરચના નવેસરથી બનાવવી પડશે.ચૂંટણી કયારે યોજાશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ સ્થાનિક ચૂંટણી નિર્ધારિત સમય એટલે કે સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં થવાની છે.અમે રાજ્યભરની મતદાર યાદીની ચકાસણી પણ કરી રહ્યાં છીએ.
ગુજરાતમાં ૨૦૨૦ના અંતે સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી રાયના છ મોટા શહેરો કે યાં મહાનગરપાલિકાઓ આવેલી છે તેની હદ વધારવાની વિચારણા શ કરી હતી તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે તમામ નગરપાલિકા, ગ્રામ પંચાયત અને મહાનગરોને ઔપચારિક પરિપત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક સંસ્થાઓને પૂછવામાં આવ્યું હતું કે મહાનગરમાં કેટલી ગ્રામપંચાયતો કે નગરપાલિકાઓને ભેળવી શકાય છે તેની યાદી ઝડપથી તૈયાર કરીને મોકલો વસતીના આધારે રાય સરકાર આ મુદ્દે તેનો અંતિમ નિર્ણય લેશે.
હવે આ વિભાગે ગામડાં અને કસ્બા તેમજ શહેરના બહારના વિસ્તારોના વિલયની તમામ દરખાસ્તો ચૂંટણી પહેલાં મંજૂર કરી દીધી છે.અમદાવાદમાં છેલ્લે ૨૦૦૭માં ૩૦ જેટલા નવા વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પેારેશન સાથે જોડવામાં આવ્યા હતા.હવે બીજા વિસ્તારોને પણ જોડવામાં આવ્યા છે.એવીજ રીતે ગાંધીનગરના બહારના વિસ્તારો જેવાં કે પેથાપુર, કુડાસણ, રાયસણ, સરગાસણ જેવા વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પેારેશનના દાયરામાં લાવવામાં આવ્યા છે.સુરત,રાજકોટ,વડોદરા અને ભાવનગરમાં પણ બહારના વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પેારેશન સાથે જોડવાનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે.
જૂનાગઢને બાદ કરતાં તમામ મ્યુનિસિપલ કોર્પેારેશન, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ ૨૦૨૦ના અતં સમયે યોજાનારી છે.રાજ્ય સરકારનો લયાંક મોટા શહેરોની સરહદોને સંશોધિત કરવાનો હતો કે જેથી મહાનગરોમાં નવા ક્ષેત્રો સાથે વોર્ડની સંખ્યા પણ વધી શકે છે. જો કે આમ થવાથી મહાનગરો અને શહેરી વિકાસ સત્તામંડળો જેવાં કે ગુડા,સુડા,ભાડા,વુડા,ઔડા જેવા વિસ્તારોની સરહદોમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે.
શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ કહ્યું છે કે વહીવટી કામગીરી સાથે રાજનૈતિક પ્રભાવ પણ ઉભો થશે.રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નવા પ્રસ્તાવોને મંજૂરી આપ્યા પછી ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને ચૂંટણી પંચને વોર્ડરચના માટે મોકલી દેવાયું છે.કોરોના સંક્રમણના સમયે આ કામગીરીમાં વિલબં થયો છે પરંતુ ચૂંટણીના નિર્ધારિત સમયમાં કોઇ ફેરફાર થાય તેવી સંભાવના નહીં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.ચૂંટણીની આચારસંહિતા ઓગષ્ટ્રમાં લાગુ થાય તે પહેલાં રાજ્ય સરકાર મહાનગર,પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતો માટે કેટલાક પેકેજ બહાર પાડે તેવી પણ સંભાવના છે