ભારતને ચારેય બાજુથી ઘેરવાની તૈયારીમાં ચીન, નેપાળ બાદ હવે બાંગ્લાદેશને પણ સાધ્યું!

277

લદ્દાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ચીને ભારતને ઘેરવા માટે મોટા પ્રમાણમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.એક તરફ જ્યાં ચીનનાં છાયા હેઠળ નેપાળ આંખ બતાવી રહ્યું છે,તો બીજી તરફ પાકિસ્તાન એલઓસીથી અડીને આવેલા વિસ્તારોમાં સતત સીઝફાયર કરી રહ્યું છે.આ તમામની વચ્ચે ચીને હવે બાંગ્લાદેશને સાધવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે.

બાંગ્લાદેશનાં 97 ટકા ઉત્પાદનો પર ટેક્સ હટાવવાની જાહેરાત

ભારતનાં પાડોશી દેશો સાથે આર્થિક કૂટનીતિ રમવામાં લાગેલા ચીને બાંગ્લાદેશનાં 97 ટકા ઉત્પાદનો પર ટેક્સ હટાવવાની જાહેરાત કરી છે.ચીનની આ મોટી જાહેરાત બાદ ગદગદ બાંગ્લાદેશનાં રાજદ્વારીઓએ આને બેઇજિંગ અને ઢાકાનાં સંબંધોમાં મીલનો પથ્થર ગણાવ્યો છે.બાંગ્લાદેશનાં વિદેશ મંત્રાલયે શુક્રવારનાં જાહેરાત કરતા કહ્યું કે મત્સ્ય અને ચામડાનાં ઉત્પાદનો સહિત 97 ટકા વસ્તુઓને ચીની ટૈરિફથી છૂટ આપવામાં આવશે.

શેખ હસીનાએ જિનપિંગ સાથે કરી હતી વાત

ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા જ બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાએ કોરોના વાયરસ મહામારીથી પેદા થયેલી આર્થિક મુશ્કેલીને લઇને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી હતી.બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયનાં વરિષ્ઠ અદિકારી મોહમ્મદ તૌહિદુલ ઇસ્લામે કહ્યું કે,આર્થિક કૂટનીતિ રીતે અમે ચીનને નિકાસ કરવામાં આવનારી વસ્તુઓને ટેક્સથી મુક્ત કરવા માટે લખ્યું હતુ.

બાંગ્લાદેશ ચીનથી 15 બિલિયન ડૉલરની આયાત કરે છે

બાંગ્લાદેશ ચીનથી લગભગ 15 બિલિયન ડૉલરની આયાત કરે છે,જ્યારે ચીનની બાંગ્લાદેશથી આયાત કરવામાં આવનારી વસ્તુઓની કિંમત નિકાસ કરતા ઘણી ઓછી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાંગ્લાદેશનું ચીન સાથે વેપાર નુકસાન આનાથી ઓછું થશે અને અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે.

Share Now