શક્તિશાળી અમેરિકા ભારત ભણી ઝુક્યુ, ખંધા ચીનની કરતૂતોનો દુનિયા સામે કર્યો ખુલાસો

271

પૂર્વી લદ્દાખમાં આવેલી ગલવાન ઘાટીમાં ભારતીય સેના સાથે થયેલી અથડામણ બાદ ચીન વિરૂદ્ધ અમેરિકા ખુલીને સામે આવ્યું છે અને ભારતનો પક્ષ લીધો છે. અમેરિકાના વરિષ્ઠ સેનેટરે સ્પષ્ટ કહી દીધું છે કે,આ ઘટના પાછળ ચીનની સેનાનો જ હાથ છે.તેણે ઉશ્કેરણીજનક કામ કર્યું છે.

15મી જૂને મોડી રાત્રે લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ભારતના માત્ર 200 થી 300 જેટલા સૈનિકો પર ચીનના 2000 જેટલા સૈનિકોએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો.જેમાં ચીનને બરાબરની ખાવી પડી હતી.ભારતીય સૈનિકોએ ચીનના 43 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણના ઘેરા પડઘા દુનિયા આખીમાં પડ્યા હતાં. પીઠમાં ખંજર ભોંકવાની રીતથી ચીન દુનિયા આખીમાં એકલુ પડતુ જાય છે.અમેરિકા જેવા શક્તિશાળી દેશો અને નાટો જેવા દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠનો ભારત તરફી ઝુકવા લાગ્યા છે.ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચેના ઝઘડા સંદર્ભે અમેરિકાના વરિષ્ઠ સેનેટર મિચ મેકકોનેલે કહ્યું કે,એવું લાગે છે કે ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પી.એલ.એ) એ ભારતીય ક્ષેત્ર પર કબજો કરવાના ઇરાદાથી આ લડાઇ શરૂ કરી હતી.સેનેટના બહુમતના નેતા મીચ મેકકોનેલે વિદેશી નીતિ અંગે ગુરુવારે ગૃહમાં જણાવ્યું હતું કે,જમીન કબજે કરવાના ઉદ્દેશ્યથી ચીન અને ભારત વચ્ચેના 1962 ના યુદ્ધ પછીથી પીએલએ સૌથી હિંસક અથડામણને ઉશ્કેર્યું હોવાનું જણાય છે.

મેકકોનેલે કહ્યું,દુનિયા આનાથી સ્પષ્ટ ઉદાહરણ નહીં શોધી શકે કે ચીન તેની સરહદોની અંદરના લોકો પ્રત્યે ક્રૂરતા કરી રહ્યો છે અને વિશ્વના નકશાને બદલી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પડકાર આપી રહ્યો છે.ચીન પોતાના હિસાબે તેને બદલવાનો પ્રયાશ કરી રહ્યો છે.

ભારત ચીનથી ડરશે નહીં

ટોચના રિપબ્લિકન સેનેટરે કહ્યું હતું કે,કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાએ કોરોના મહામારીનો ઉપયોગ કરીને હોંગકોંગમાં તેની દમનકારી કાર્યવાહીને ઢાંકવા અને આ ક્ષેત્રમાં તેનું નિયંત્રણ અને પ્રભાવ વધારવા માટે કર્યો છે.સમુદ્રમાં તેણે જાપાનના સેનકાકુ આઇલેન્ડ પાસે પોતના કદમ આગળ વધાર્યા છે.ચાઇનીઝ વિમાનો જુદા જુદા સમયે તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે.તો વધુ એક સેનેટર જીમ બેંક્સે ભારતીય ટેલિકોમ નેટવર્કથી હુઆવેઇ અને જેડટીઈ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયને આવકારતા કહ્યું કે,ભારત ડરશે નહીં.સમજદારીપૂર્વક લેવામાં આવેલો કડક નિર્ણય.

Share Now