નવી દિલ્હી: ભારત-નેપાળ વચ્ચેનો સરહદી વિવાદ વધુ વકરતો જાય છે.આ દિવસોમાં નેપાળ બોર્ડર પર ખૂબ જ ચોંકાવનારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે.પ્રથમ વખત, ધરચુલાથી 55 કિમી દૂર માલ્પા નજીક,નેપાળી સેનાએ કાલી નદીના કાંઠે હેલિપેડ બનાવ્યું છે,જ્યારે ઘણા તંબુઓ પણ સ્થાપિત કર્યા છે.ડઝનેક નેપાળી સેનાના જવાનો તેમનામાં તૈનાત છે.બંને તરફની અવરજવર માટે ઝૂલતા પૂલ બન્યા છે.એ પૂલને બંધ કરી દેવામાં આવ્યા હતા.સરહદે ચોકીઓ અપડેટ કરવાની કવાયત પણ નેપાળે શરૂ કરી હતી.ખાસ તો જે વિવાદિત સ્થળો છે તેની આસપાસમાં નેપાળની સૈન્યની હિલચાલ વધી હતી.બંને તરફ જવાનો પેટ્રોલિંગ કરતા નજરે ચડી રહ્યા છે.
નેપાળ પોલીસે કહ્યું હતું કે અત્યારે આર્મી નવા રાજકીય નકશાના આધારે સર્વેક્ષણ કરશે.તે પછી નવી સરહદ અપડેટ કરવાનું કામ હાથ ધરશે.માલપા નજીક નેપાળની સરહદમાં પોલીસ અને સૈન્યના ટેન્ટ લાગી ગયા હતા.નેપાળ સૈન્ય ભારતીય સરહદની નજીક આવેલાદંગબંગમાં રોડ બનાવવાનું કામ પણ શરૂ કરશે.નવી સિક્યુરિટી પોસ્ટની પણ કામગીરી શરૂથઈ છે.રાજકીય નકશાને પ્રમુખની મંજૂરી મળતા જ નેપાળનું લશ્કર હરકતમાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નેપાળની સંસદના ઉપલા ગૃહે વિવાદિત નકશો મંજૂર કર્યો હતો.એ પછી નેપાળના રાષ્ટ્રપતિએ પણ સહી કરી દીધી હતી.નેપાળની સંસદે વિવાદિત રાજકીય નકશાને થોડા દિવસ પહેલાં મંજૂરી આપી હતી.એ પછી ઉપલા ગૃહમાં એ બિલ રજૂ થયું હતું.ઉપલા ગૃહે પણ નેપાળના નવા નકશાને મંજૂરી આપી દીધી હતી.વિવાદિત નકશાને મંજૂરી આપી તે સાથે જ નેપાળ સૈન્યની સરહદી ગતિવિધિ તેજ બની ગઈ હતી.બિલમાં ભારતના ત્રણ મહત્વના પ્રદેશો નેપાળે તેના નકશામાં બતાવવાની જોગવાઈ કરી છે,તે સાથે જ સરહદે ચોકીઓ અપડેટ કરવાની કવાયત પણ શરૂ થઈ હતી.