ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે બંને દેશોના કારોબારી સંબંધો પણ તણાવભર્યા બની ગયા છે.ત્યારે આ તરફ અમેરિકા ભારત સાથે પોતાના કારોબારી સંબંધ મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યું છે.અમેરિકાની સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે,જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રિફરેન્સ હેઠળ ભારતને ફરી સામેલ કરવામાં આવી શકે છે.
ભારત તરફથી યોગ્ય જવાબી પ્રસ્તાવ મળશે
તેમણે કહ્યું કે, અમેરિકા હાલમાં ભારત સાથે આ અંગે વાતચીત કરી રહ્યું છે. અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇત્ઝરે કહ્યું કે,સીનેટની ફાઇનાન્સ કમિટીના સભ્યોને જણાવ્યું છે કે,હજુ સુધી અમે જીએસપીની મંજૂરી આપી નથી,પરંતુ અમે તેના અંગે ચર્ચા કરી રહ્યા છીએ.ભારત તરફથી યોગ્ય જવાબી પ્રસ્તાવ મળશે તો અમે ભારતને ફરી જીએસપીનો દરજ્જો પ્રદાન કરી શકીએ છીએ.
લાભ ચાલુ રાખવા માંગણી કરી હતી
ગત્ વર્ષે પીએમ મોદીના પ્રવાસ પહેલા અમેરિકાના 44 પ્રભાવશાળી સાંસદોએ ટ્રમ્પ તંત્રને ભારતને જીએસપી વેપાર કાર્યક્રમ હેઠળ અપાતા લાભ ચાલુ રાખવા માંગણી કરી હતી,પરંતુ ટ્રમ્પ સરકારે ગત્ જૂન મહિનામાં ભારતને આપેલો જીએસપીનો દરજ્જો છિનવી લીધો હતો.જીએસપી હેઠળ ભારતને અમેરિકા સાથેના વેપારમાં કેટલીક છૂટછાટ મળતી હતી.