દાનહમાં નિયમોનુ પાલન ન કરનારી બે કંપની બંધ

569

વલસાડ, 26 જૂન : સેલવાસ દાદરા નગર હવેલી પ્રસાશન દ્વારા કોવિદ-19 સુરક્ષાના માપદંડના સર્વેક્ષણ દરમ્યાન બે કંપનીઓ નિયમોનું પાલન ન કરતા અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે.પ્રસાશન દ્વારા જારી કરવામાં આવેલી સૂચના અનુસાર બી.કે.લોન સિન્થેટીક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા ટેક્નો પ્લાસ્ટ લીમીટેડ કંપની વેલુગામ ઘણા દિવસથી કોવિદ-19સુરક્ષા માટે નિર્ધારિત કરવામાં આવેલા નિયમનું કંપની સંચાલકો દ્વારા પાલન નહિ કરવામાં આવતુ ન હતુ.
કંપનીમાં સેનેટાઇઝરનો ઉપયોગ કરવામા આવતો ન હતો કે, માસ્કનો ઉપયોગ કરાતો ન હતો સાથે જ સોશિયલ ડિસ્ટન્સનુ પાલન પણ કરવામાં આવતુ ન હતુ.આ દરેક આધારને માની અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ ફોટોગ્રાફી કરી તેની સુચના કલેક્ટરને આપી હતી.જેના આધારે પ્રશાસને અનિશ્ચિત સમય સુધી આ બન્ને કંપનીઓને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.કંપની સંચાલકો દ્વારા કોરોના સંક્રમણને રોકવા જરૂરી પગલા લેવા જરૂરી છે.

Share Now