વલસાડમાં પ્રજાશક્તિ મોરચાનો પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે વિરોધ

317

વલસાડ, 26 જૂન : વલસાડ જિલ્લા પ્રજા શક્તિ મોરચાએ ગુરૂવારે કલેકટર કચેરીએ પહોંચી પેટ્રોલ ડીઝલ ઉપર રાજ્ય સરકાર દ્વારા ટેક્સ ઘટાડવામાં આવે તેવી માગ કરાઇ હતી.કલેકટરને સુપરત કરેલા આવેદન પત્રમાં મોરચાએ કેન્દ્ર સરકાર તરફથી પણ ઇંધણના ભાવો ઓછાં કરવા દાદ માગવામાં આવી હતી.કલેકટરને સુપરત કરાયેલા આવેદનમાં આંતરાષ્ટ્રિય સ્તરે ક્રુડના ભાવો તળિયે હોવા છતાં સરકાર એક વેપારીની જેમ નફાખોરી કરી પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના નામે લોકોને લૂંટવાનું કામ કરી રહી હોવાનો આક્ષેપ જિલ્લા પ્રજા શક્તિ મોરચાએ કર્યો છે.આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડના ભાવ પ્રતિ બેરલ 104 હતા ત્યારે જ ભાવ હતો તેનાથી વધુ ભાવ પેટ્રોલ ડીઝલના આજે છે.ક્રુડના ભાવ 38 ડોલર છે અને લગભગ 60 ટકા જેટલો આંતરરાષ્ટ્રિય સ્તરે ઘટાડો થયો તેમાં પેટ્રોલ ડીઝલના ભાવો ઘટવાના બદલે વધી રહ્યા છે.

Share Now