૨૪ કલાકમાં કોરોનાના ૧૯૪૫૯ નવા કેસઃ ૩૮૦ના મોતઃ કુલ કેસ ૫૪૮૩૧૮: કુલ મૃત્યુઆંક થયો ૧૬૪૭૫

294

નવી દિલ્હી, તા. ૨૯ : ભારતમાં કોરોના વાયરસના છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૪૫૯ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૩૮૦ લોકોના મોત થયા છે.દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા આજે સવારે વધીને ૫૪૮૩૧૮ની થઈ છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૩૨૧૭૨૩ લોકો બિમારીથી સાજા થયા છે.આ સિવાય ૨૧૦૧૨૦ લોકો કોરોનાથી સંક્રમિત છે. દેશમાં મૃત્યુઆંક વધીને ૧૬૪૭૫નો થયો છે.છેલ્લા ૧ દિવસમાં ૧૭૦૫૬૦ લોકોની કોરોના તપાસ કરવામાં આવી છે.અગાઉ કરતા હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

દેશમા કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે.જેમા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી સામે આવેલા તાજા આંકડા મુજબ દેશમા ૨૪ કલાકમા કોરોનાના કુલ ૧૯,૫૪૯ કેસ સામે આવ્યા છે અને ૩૮૦ લોકોના મોત થયા છે.દેશમા કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૫,૪૮,૩૧૮ થઈ છે.જેમાં ૨,૧૦,૧૨૦ સક્રિય કેસ છે.જયારે ૩,૨૧, ૭૨૩ લોકોને હોસ્પિટલમાથી સારવાર રજા આપી દેવામા આવી છે.દેશમા કોરોનાના લીધે ૧૬,૪૭૫ લોકોની મોત થઈ ચુકયા છે.

જયારે મહારાષ્ટ્ર કોરોના પ્રભાવિત રાજયમા પ્રથમ સ્થાને છે. જેમાં કોરોનાના કુલ ૧,૬૪,૬૨૬ કેસ સામે આવ્યા છે.કોરોના પ્રભાવિત રાજયમા મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે.રાજયમા કોરોનાના કુલ ૭૦,૬૦૭ કેસ સક્રિય છે.જયારે અત્યાર સુધી ૮૬,૫૭૫ લોકોને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે જેમાં ૭૪૨૯ લોકોના મોત થયા છે.

દેશની રાજધાની દિલ્હીમા પણ કોરોના હાલ બુરા છે. જેમાં દિલ્હીમા કોરોનાના કુલ ૮૩,૦૭૭ કેસ થયા છે જેમાં ૨૭,૮૪૭ કેસ સક્રિય છે અને ૫૨,૬૦૭ લોકોને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે.કોરોનાથી અત્યાર સુધી ૨૬૨૩ લોકોના મોત થયા છે.કોરોના પ્રભાવિત રાજયોમા તમિલનાડુ ત્રીજા નંબરે છે. તમિલનાડુમા કોરોનાના અત્યાર સુધી ૮૨,૨૭૫ કેસ સામે આવ્યા છે.રાજયમા કુલ ૩૫,૬૫૯ કેસ સક્રિય છે. તમિલનાડુમા કોરોનાના અત્યાર સુધી ૮૨,૨૭૫ કેસ સામે આવ્યા છે.રાજયમા કુલ ૩૫,૬૫૯ કેસ સક્રિય છે.જેમાં ૪૫,૫૩૭ લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી છે.

કોરોના પ્રભાવિત રાજયમા ગુજરાત ચોથા સ્થાને છે.રાજયમા અત્યાર સુધી કોરોનાના કુલ ૩૧,૩૯૭ કેસ નોંધાયા છે.જેમાં ૬૭૮૦ કેસ સક્રિય છે અને ૨૨,૮૦૮ લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે.રાજયમા અત્યાર સુધી કોરોનાથી ૧૮૦૯ લોકોએ જીવ ગુમાવ્યો છે.

Share Now