Coroanvirus Outbreak: મહારાષ્ટ્રમાં 31 જૂલાઇ સુધી લૉકડાઉન લંબાયું

295

કોરોના વાઇરસ કેસિઝમાં ઉત્તરોઉત્તર થઇ રહેલો વધારો મહારાષ્ટ્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો છો અને આ કારણે જ રાજ્યસરકારે સોમવારે જાહેરાત કરી કે લૉકડાઉન 31મી જૂલાઇ સુધી લંબાવાશે.મહારાષ્ટ્રમાં લંબાવાયેલા આ લૉકડાઉન અંગે રાજ્ય સરકારે કહ્યું કે દરેક જિલ્લાના કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વડા અનિવાર્ય નિયમો લાગુ કરશે અને પગલાં લેશે જેથી વિનાકારણ કોઇપણ વ્યક્તિ અવરજવર ન કરે અને વાઇરસનો ફેલાવો અટકી શકે.

રવિવારે રાજ્યને સંબોધતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ‘એમ ન વિચારશો કે લૉકડાઉનની બંધીઓ 30 જૂન પછી નહીં હોય…Covid 19નો ડર હજી પણ આપણે માથે તોળાય છે અને બધાં જ જરૂરી પગલાં લેવા જ પડશે.’ નોવેલ કોરોના વાઇરસ સામે લડત આપવાની અપીલ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું કે બધા નાગરિકોએ પોતાની સુરક્ષા કરવી જ રહી અને ચોમાસામાં પોતાની જાતને મલેરિયા અને ડેંગી જેવા રોગથી પણ બચાવવી.

Share Now