ડૉનલ્ડ ટ્રમ્પની અરેસ્ટનું વૉરન્ટ જાહેર કર્યું ઈરાને

260

એક અખબારી સંસ્થાના અહેવાલ અનુસાર ઈરાને તેના લશ્કરી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બદલ અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ તથા અન્ય ૩૫ વ્યક્તિઓ વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ જારી કર્યું છે અને ઇન્ટરપોલની મદદ માગી છે,એમ તહેરાનસ્થિત પ્રોસિક્યુટર અલી અલકાસીમેરે ગઈ કાલે સોમવારે જણાવ્યું હતું.

અમેરિકાએ ત્રીજી જાન્યુઆરીના રોજ ઇરાકમાં ડ્રોન વડે હુમલો કરીને રીવૅલ્યુશનરી ગાર્ડ્ઝ કુર્દ્સ સેનાના આગેવાન સુલેમાનીની હત્યા કરી હતી.વૉશિંગ્ટને સુલેમાની પર ઈરાન સાથે જોડાયેલી સેના દ્વારા ઈરાનમાં રહેલા અમેરિકન સૈન્ય પર કરવામાં આવતા હુમલાનો માસ્ટરમાઇન્ટ હોવાનો આરોપ મૂક્યો હતો.

અલકાસીમેરે જણાવ્યું હતું કે હત્યા તથા આતંવાદી કૃત્યના આરોપોના આધારે વૉરન્ટ જારી કરવામાં આવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે ઈરાને ઇન્ટરપોલ સમક્ષ ટ્રમ્પ તથા સુલેમાનીની હત્યામાં ભાગ ભજવનારા અન્ય આરોપીઓ માટે રેડ નોટિસ જારી કરવાની માગણી કરી છે.

અલકાસીમેરે જણાવ્યું હતું કે આ જૂથમાં અન્ય અમેરિકન સૈન્ય તથા પદાધિકારીઓનો સમાવેશ થાય છે.જોકે,તેમણે વધુ વિગતો આપી ન હતી.તેમણે જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ તરીકેનો ટ્રમ્પનો કાર્યકાળ સમાપ્ત થઈ જાય ત્યાર પછી પણ ઈરાન આ મામલાની કાર્યવાહી જારી રાખશે.

ઉલ્લેખનીય છે કે સુલેમાનીની હત્યાને પગલે ઈરાને ઘણા દિવસો બાદ ઇરાકમાં મોજૂદ અમેરિકન લક્ષ્‍યાંકો પર મિસાઇલનો મારો ચલાવતાં અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી સંઘર્ષ થવાના સંજોગો સર્જાયા હતા.

Share Now