– હવે શ્રીલંકા મારફત ભારતને ભીડવવાની ચીનની નવી ચાલ : ભારતનું દેવું ચૂકવવા માટે વધુ મુદત માંગી રહેલું શ્રીલંકા ચીનના શરણમાં
કોલંબો : ભારતને બધી દિશાઓમાંથી ભીડવવા અને લડાખ સરહદ ઉપર કબ્જો જમાવવા ચીન નિત નવી ચાલ ચાલી રહ્યું છે.પાકિસ્તાન મારફત છમકલાં ,બાંગ્લાદેશને પણ ઉશ્કેરવાની કોશિશ અને નેપાળને પણ પોતાના પડખામાં લઈને સીમા વિવાદ શરૂ કરાવનાર ચીને હવે શ્રીલંકાને પણ સાધી લેવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.આમ ભારતના પડોશી દેશો મારફત ઉંબાડિયા શરૂ કરાવી દીધા છે.
જે મુજબ ચીને શ્રીલંકાને 50 કરોડ ડોલર આપવા કરાર કરી લીધા છે.અને ડોનેશન ડિપ્લોમસીના ઉપયોગ દ્વારા તે ભારત અને શ્રીલંકા વચ્ચેના સમુદ્રમાં પોતાનું નેવી ગોઠવી દેવાની વેતરણમાં છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.