GST થૂ જૂનમાં સરકારને મળ્યું 90,917 કરોડ રૂપિયાનું રાજસ્વ

307

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેસ્ટ કલેક્શન જૂન 2020ના આંકડા રજૂ કર્યા છે.આંકડા અનુસાર,સરકારે જીએસટી સંગ્રહ જૂન 2020માં 90,917 કરોડ રૂપિયા રહ્યું. નાણા મંત્રાવય તરફથી જારી આંકડા અનુસાર, જૂનમાં સેન્ટ્રલ જીએસટી (CGST) કલેક્શન 18,980 કરોડ રપિયા રહ્યું. જ્યારે સ્ટેટ જીએસટી (SGST) કલેક્શન 23,970 કરોડ અને ઈન્ટિગ્રેટેડ જીએસટી (IGST) 40,302 કરોડ રૂપિયા રહ્યું. મેમાં સરકારને જીએસટીથી 62,009 કરોડ રૂપિયા અને એપ્રિલમાં 32,294 કરોડ રૂપિયાનું રાજસ્વ સંગ્રહ થયું હતું.

નાણા મંત્રાલય મુજબ, આઈજીએસટી કલેક્શનમાં 15,709 કરોડ રૂપિયાની વસ્તુઓની આયાત પર લેવામાં આવેલ શુલ્ક પણ સામેલ છે.આ રીતે જીએસટી સેસ દ્વારા સરકાર 7,665 કરોડ રૂપિયાની આવક કરી છે,જેમાં 607 કરોડ રૂપિયાનો સેસ વસ્તુઓની આયાતથી મળ્યો છે.

Share Now