ઓવૈસીએ કહ્યું- PM મોદીએ તેમના ભાષણમાં તમામ તહેવારોના નામ લીધા, ઈદને ભૂલી ગયા?

267

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટની વચ્ચે મંગળવારે દેશને સંબોધિત કરતા વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાને નવેમ્બર સુધી વિસ્તારની જાહેરાત કરતા જણાવ્યું હતું કે,ગરીબો અને જરૂરિયાત વાળા લોકોને હવે દિવાળી અને છઠ સુધી મફ્તમાં અનાજ મળશે.વડાપ્રધાન મોદીની આ જાહેરાત પર એઆઈએમઆઈના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ નિશાન તાક્યું છે.તેમણે જણાવ્યું છે કે,તેમણે કેટલાક તહેવારોનો ઉલ્લેખ કર્યો પરંતુ બકરી ઈદ વિશે વાત કરવાનું ભૂલી ગયા.

અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ચીનનો ઉલ્લેખ કરવા પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરતા ટ્વીટમાં લખ્યું છે કે,આજે ચીન પર વાત કરવાની હતી અને ચણા પર વાત કરીને જતા રહ્યા.જો કે જરૂર પણ હતી કેમકે અનઆયોજીત લોકડાઉનમાં અનેક લોકો ભૂખ્યા રહી ગયા છે.ઓવૈસીએ જણાવ્યું હતું કે,તેમણે આગામી મહિનામાં આવનારા તહેવારોનો ઉલ્લેખ કર્યો પરંતુ બકરી ઈદ ભૂલી ગયા? તમે છતાં તમને ઈદ મુબારક.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધિત કર્યો હતો.તેમાં ખાસ ફોકસ કોરોના વાયરસ અને લૉકડાઉન પર રહ્યું હતું. પરંતુ તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પીએમ ચીનના મુદ્દે પણ કંઇ બોલી શકે છે.સંબોધનમાં ચીનનો ઉલ્લેખ ન થવા પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું છે.ઓવૈસીએ કહ્યુ કે,આજે ચીન પર બોલવાનું હતુ,બોલી ગયા ચણા પર.

ટ્વીટર હેન્ડલ પીએમઓ ઈન્ડિયાને ટેગ કરતા અસદુદ્દીન ઓવૈસીએ લખ્યુ,આજે ચીન પર બોલવાનું હતુ, બોલી ગયા ચણા પર.હકીકતમાં,તેની જરૂરીયાત પણ હતી કારણ કે તમારા આયોજન વગરના લૉકડાઉને ઘણાને ભૂખ્યા છોડી દીધા છે.તહેવારોને લઈને પણ ઓવૈસીએ પ્રધાનમંત્રી મોદીના સંબોધન પર નિશાન સાધ્યુ છે.ઓવૈસીએ કહ્યુ, તમે આગામી મહિને આવનારા ઘણા પર્વ-તહેવારોનું નામ લીધુ પરંતુ બકરી ઇદ ભૂલી ગયા.

.@PMOIndia aaj China par bolna tha, bol gaye CHANA par. Which was also necessary since your unplanned lockdown had left many working people without food.

Also noticed that you listed many festivals in coming months but missed Baqr Eid? Chaliye, phir bhi aapko peshgi Eid Mubarak

– Asaduddin Owaisi (@asadowaisi) June 30, 2020

કોંગ્રેસનો પણ હુમલો

કોંગ્રેસે પણ એક ટ્વીટમાં કહ્યું કે,પ્રધાનમંત્રીએ આયોજન વગરના લૉકડાઉનથી દેશવાસીઓને થયેલા ફાયદા જણાવવા જોઈએ. કોરોના નિયંત્રણના લક્ષ્‍યમાં તો લૉકડાઉન સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે. દેશ જાણવા ઈચ્છે છે કે આયોજન વગરના લોકડાઉનથી નક્કી કરેલા લક્ષ્‍ય દેશ મેળવી શક્યું કે નહીં.?

સંબોધન બાદ કોંગ્રેસનો પ્રધાનમંત્રી પર હુમલો,કહ્યું- ચીનનું નામ લેવાથી ડરે છે મોદી

શું બોલ્યા પીએમ મોદી

ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના નામે સંબોધનમાં કોરોના વાયરસને લઈને ચિંતા વ્યક્ત કરી છે.પીએમ મોદીએ કહ્યુ કે,અનલૉક-1 બાદ બેદરકારી વધી છે, જે ચિંતાનું કારણ છે.

પીએમ મોદીએ કહ્યુ કે,જો કોરોનાથી થનાર મૃત્યુદરને જોઈએ તો દુનિયાના અનેક દેશોની તુલનામાં ભારતની સ્થિતિ કાબુમાં છે.સમય પર કરવામાં આવેલા લૉકડાઉન અને અન્ય નિર્ણયથી ભારતમાં લાખો લોકોનું જીવન બચાવવામાં આવ્યું છે.પરંતુ જ્યારથી દેશમાં અનલોક 1 થયું છે,વ્યક્તિગત અને સામાજીક વ્યવહારમાં બેદરકારી પણ વધી રહી છે.પહેલા માસ્કને લઈને,બે ગજની દૂરીને લઈને, 20 સેકેન્ડ સુધી દિવસમાં ઘણીવાર હાથ ધોવાને લઈને સતર્ક હતા.

Share Now