વોશિંગ્ટન, તા.1 જુલાઈ 2020, બુધવાર
અમેરિકામાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સાથે સાથે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પ્રત્યેનો રોષ પણ વધી રહ્યો છે.દુનિયામાં કોરોનાના ફેલાવા માટે ચીન જ જવાબદાર હોવાનુ માનતા ટ્ર્મ્પે એવુ નિવેદન આપ્યુ છે કે,દુનિયામાં જેમ જેમ કોરોના વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યો છે તેમ તેમ ચીન માટે મારો ગુસ્સો વધી રહયો છે.કારણકે અમેરિકાને પણ કોરોનાના કારણે ભયંકર નુકસાન પહોંચ્યુ છે.ચીનના કરતૂતના કારણે દુનિયાની શું દશા થઈ છે તે લોકો પણ જોઈ રહ્યા છે અને હું પણ તે જોઈ રહ્યો છું.
દરમિયાન અ્મેરિકામાં નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, અમેરિકામાં સ્થિતિ બગડી રહી છે અને જો અમેરિકા કોઈ કાર્યવાહી નહીં કરે તો તબાહી માટે તૈયાર રહેવુ પડશે.લોકોએ માસ્ક પહેરવાનુ અને સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન ફરજીયાત કરવુ જ પડશે.નહીંતર અમેરિકામાં આવનારા દિવસોમાં કોરોનાના રોજ એક લાખ દર્દીઓ આવશે.
હાલમાં અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 26 લાખને પાર કરી ચુકી છે.