સુરત : B.COM અને BBA ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ, 2 જૂલાઈથી ફોર્મ ભરી શકાશે

583

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા 1 જુલાઈથી બી.કોમ. અને બી.બી.એ. 40 હજાર બેઠકો પર પ્રવેશ પ્રક્રીયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી,પણ યુનિવર્સિટી પ્રશાસનની અપૂરતી તૈયારીને કારણે ઓફિશ્યલ વેબસાઈટ પર હજી સુધી કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ ન કરાતા વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરી શક્યા નહોતા.યુનિ.ની લોલંલોલ કામગીરીને કારણે આજે પ્રવેશ લેવા માંગતા હજારો વિદ્યાર્થીઓ અટવાયા હતા.જો કે યુનિ.દ્વારા આજે નવો પરિપત્ર બહાર પાડીને કોમર્સ પ્રવાહ માટે નવી પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી 2 જુલાઈથી શરૂ કરીને 16 જુલાઈ દરમિયાન ચાલશે એવી જાહેરાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે યુનિ. દ્વારા પરિપત્ર જાહેર કરીને 1 જૂલાઈથી બી.કોમ અને બી.બી.એ.ની પ્રવેશ પ્રક્રિયા અંગે જાણકારી આપવામાં આવી હોવાથી બુધવારે સવારથી જ વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરવા માટે સાયબર કાફે પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.પરંતું પ્રવેશ પ્રક્રિયા માટેની લીંક જ ઓપન ન થતા વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા. યુનિ.ની પ્રવેશ સમિતિના મુખ્ય મેમ્બર અને કોમર્સ ફેકલ્ટીના ડીન ડો.વિજય જોષીએ જણાવ્યું હતું કે યુનિ. પાસે ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓના પૂરતા ડેટા પહોંચ્યા નહોતા તેમજ હજી સુધી એક પણ ડમી ફોર્મ ભરીને ચકાસણી પણ કરવામાં આવી નહોતી. આથી પ્રવેશ પ્રક્રિયા એક દિવસ મોડી શરુ કરીને હવે 2 જૂલાઈથી 16 જૂલાઈ સુધી લંબાવવામાં આવી છે.

નર્મદ યુનિ. દ્વારા સાયન્સની પ્રવેશ પ્રક્રિયા હવે પૂર્ણતાના આરે છે અને 2 જૂલાઈથી બી.કોમ અને બી.બી.એ. ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ સાથે M.Sc. IT અને B.C.A ની પ્રવેશ પ્રક્રિયા પર 1 જૂલાઈથી શરૂ કરવામાં આવી છે. HRD , M.A અને M.R.S ઈન સસ્ટેનેબેલ ડેવલપમેન્ટમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ 2 જૂલાઈ ગુરુવારથી ઓનલાઈન ફોર્મ ભરીને પ્રવેશ મેળવી શકશે

Share Now