સાંડેસરા કેસ / સ્ટર્લિંગ બાયોકેમ બેંક કૌભાંડ મામલે EDએ અહેમદ પટેલની ત્રીજી વખત કરી પૂછપરછ

274

પ્રવર્તન નિદેશાલયની ટીમ દ્વારા બેંક કૌભાંડ અને મની લૉન્ડ્રિંગ કેસ મામલે ગુજરાતના કોંગ્રેસ નેતા અહમદ પટેલના નિવાસ સ્થાને ફરી પુછપરછ કરવા પહોંચી છે. ઉલ્લેખનીય છે આ અગાઉ 27 જૂન તેમજ 30 જૂનના રોજ અહમદ પટેલની ED દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.

EDની ટીમે અહેમદ પટેલની કરી પૂછપરછ
અહેમદ પટેલના ઘરે જઈને ત્રીજી વાર કરાઈ પૂછપરછ
27 અને 30 જૂને પણ EDએ કરી હતી પૂછપરછ

ED દ્વારા અહમદ પટેલની સ્ટર્લિંગ બાયોટેક તેમજ સાંડેસરા ભાઇ સાથેના તેમના કથિત સંબંધોને લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે. 2017માં કેટલીક બેંકો સાથે છેતરપિંડી કરી હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ કરી દેશ છોડીને ભાગી ગયા હતા. સાંડેસરા મામલે સીબીઆઇ તેમજ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સાંડેસરા મામલે EDએ કાર્યવાહી કરી છે.જેમાં EDની ટીમ અહેમદ પટેલના ઘરે આજે ત્રીજી વખત પહોંચી છે. સાંડેસરા મામલે ED દ્વાર પૂછપરછ કરવામાં આવી રહી છે.વડોદરાના સંડેસરા બંધુ પર 5 હજાર 300 કરોડના કૌભાંડનો આરોપ છે.ત્યારે અહેમદ પટેલને સાંડેસરા બંધુ સાથેના સંબંધો મામલે પણ પૂછપરછ કરાશે.2014 પહેલાં નીતિન સાંડેસરાએ ખોટી સંપતિઓ દર્શાવી અને આંધ્ર બેંક અને એની સંબંધિત બેંકો પાસેથી રૂપિયા 5000 કરોડની લોન લીધી હતી. 31 ડિસેમ્બર 2016 એ નીતિન સાંડેસરાની આ લોન રૂ.5383 કરોડ સાથે NPA જાહેર થઇ.

EDએ સ્ટર્લિંગ બાયોટેક,પ્લાન્ટ્સ,વિવધ શેર અને 200 બેંક અકાઉન્ટસ મળી કુલ રૂ.4700 કરોડની વિવિધ સંપત્તિઓ જપ્ત કરી હતી.આ ત્યારે નીતિન સાંડેસરાએ હવાલા કારોબાર દ્વારા અનેક વાર અહમદ પટેલનાં ઘરે રૂપિયાથી ભરેલાં બેગ પહોચાડ્યાનો આરોપ છે.અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને જમાઈ ઈરફાન પટેલ રૂપિયા પહોંડવામાં આવતા હોવાનો આરોપ છે.જેને લઇ અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Share Now