સુરતમાં કોરોનાનો કહેર વધતા SMC દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો

313

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને પગલે હવે વધુ ને વધુ અધિકારીઓને કોરોનાની કામગીરીમાં લગાવવામાં આવી રહ્યા છે.એ માટે ઘણા રિટાયર્ડ આઈ.એ.એસ. તેમજ આઈ.પી.એસ. કક્ષાના અધિકારીઓને કોરોનાની કામગીરીના સંકલન માટે તેમજ મોનિટરિંગ કરવા માટે નિમણૂક કરવામાં આવી છે.બુધવારે મનપા કમિશનર દ્વારા મનપાના રિટાયર્ડ અધિકારીઓને પણ કોરોનાની કામગીરી માટે ઓર્ડર કરવામાં આવ્યો છે.

બુધવારે કરાયેલા ઓર્ડરમાં પુનિત નૈયર (આઈ.એ.એસ., ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ)એ કોવિડ ૧૯ અંતર્ગત સ્મીમેર હોસ્પિટલ,સ્મીમેર હોસ્પિટલ અને સમરસની સંકલનની કામગીરી સોંપવામાં આવી છે.તેમજ ક્ષીપ્રા આઈ.એ. સી.ઈ.ઓ.(સુડા)ને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ-૧૯ અંતર્ગત ડેઝિગ્નેટેડ થયેલા પ્રાઈવેટ હોસ્પિટલોના બેડ મેનેજમેન્ટ, એડમિશન અને ટ્રાન્સફરની તમામ કામગીરી,સી.વાય.ભટ્ટ, ડે.કમિશનર (કરારીય)એ સમગ્ર સુરત શહેર વિસ્તારની કોવિડ-૧૯ અંતર્ગત કરવામાં આવતી હોમ બેઝ ટ્રીટમેન્ટ વધુ વ્યાપ થાય એ માટેની તમામ કામગીરી,ડી.સી.ગાંધી,એડિ.સિટી ઈજનેર તથા માનદ સેવા આપનાર બી.આઈ.દલાલ (નિવૃત્ત સિટી ઇજનેર)એ સરસાણા કન્વેન્શન હોલ ખાતે નવી ઉપસ્થિત થનાર તેમજ અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ (સોહમ સર્કલ),પાલ અને બમરોલી અર્બન હેલ્થ સેન્ટર,હિબા હોસ્પિટલ(વેસ્ટ ઝોન) ખાતે શરૂ કરવામાં આવનાર કોવિડ-૧૯ હોસ્પિટલના તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી સોંપવામાં આવી છે.

ઉપરાંત કમલેશ નાયક,આસિ.કમિશનર અને ઈ.ચા. ડેપ્યુટી કમિશનર (હેડ ક્વાર્ટર)એ સરસાણા કન્વેન્શન હોલ,અલથાણ-ભટાર કમ્યુનિટી હોલ,પાલ અને બમરોલી અર્બન હેલ્થ સેન્ટર તેમજ હિબા હોસ્પિટલના મેન પાવરના નિમણૂકની કામગીરી સોંપવામાં આવી છે.તેમજ ડો.સૌરભ જોધાણી,સિનિ.આર.એમ.ઓ. સરસાણા,અલથાણ-ભટાર કમ્યુનિટી હોલ,પાલ અને બમરોલી અર્બન હેલ્થ સેન્ટર તેમજ હિબા હોસ્પિટલના શરૂ કરવામાં આવનારી કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે મેડિકલ ઈક્વિપમેન્ટ,ઓક્સિજન લાઈન,અન્ય મેડિકલ સાધન સામગ્રી/મેન પાવર તેમજ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ICU અંગેની કામગીરી ડે.કમિશનર (હ.અને હો.)ના માર્ગદર્શન અને સૂચના મુજબ કરવાની રહેશે.

કેતન પટેલ,ડેપ્યુટી કમિશનરે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલો,હોટલ તથા સમાજની વાડીનું લિંક કરી કોરી કેર સેન્ટર કાર્યરત કરવા, જરૂરી સવલત ઉપલબ્ધ કરવા બાબતે સંકલન કરવા માટેની કામગીરી સોંપવામાં આવી છે.ધર્મેશકુમાર બી.મિસ્ત્રી,ડેપ્યુટી ટાઉન પ્લાનર (ટાઉન પ્લાનિંગ વિભાગ) હાલ ફરજ શહેર વિકાસ અધિકારીએ પોતાના વિભાગના તાબા હેઠળના સ્ટાફ સાથે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલો,હોટલો તથા સમાજની વાડીનું લિંક કરી કોરી કેર સેન્ટર કાર્યરત કરવા જરૂરી સવલત ઉપલબ્ધ કરવાની કામગીરી માટે કેતન એસ. પટેલ,ડેપ્યુટી મ્યુનિ.કમિશનરના સંકલનમાં ૨હી કામગીરી કરવા માટેનો આદેશ કરાયો છે.

Share Now