નવસારી જિલ્લામાં ડાયમંડ કંપનીમાં કામ કરતા રત્નકલાકારોને લાગ્યો કોરોના

323

નવસારી જિલ્લાના મહત્તમ ડાયમંડ કંપનીમાં કામ કરતા રત્ન કલાકારોને શિકાર બનાવે છે. આજે પણ વધુ બે કેસો વધ્યા છે.જે બંને કોરોના દર્દીઓ રત્ન કલાકાર છે.જોકે આજે વધુ 5 દર્દીઓ Patient સાજા પણ થયા છે.અનલોક કરતા જ જાણે કોરોનાને છુટ મળી ગઇ હોય તેમ નવસારી જિલ્લામાં એક પછી એક કોરોના પોઝીટીવના કેસો નીકળી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાનો Corona રાફડો ફાટ્યો હોય તેમ કોરોના પોઝીટીવ દર્દીઓમાં વધારો થઇ રહયો છે. જેના પગલે જિલ્લા આરોગ્ય વિભાગ સહિત જિલ્લા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. કોરોના ઉપર કાબુ મેળવવા અને કોરોના પોઝીટીવ દર્દીઓને Positive Patient વ્યવસ્થા સાથે સારવાર મળી રહે તે માટે મીટીંગોના દોર શરૂ કર્યા છે. છતાં પણ કોરોનાનું સંક્રમણ અટકાવી શકાતુ નથી.

નવસારી જિલ્લામાં આજે વધુ બે કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. કોરોના મહત્તમ ડાયમંડ કંપનીના રત્ન કલાકારોને શિકાર બનાવી રહ્યો તેમ લાગી રહ્યુ છે. જિલ્લામાં નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 50 થી 60 ટકા દર્દીઓ સુરત ડાયમંડ કંપનીમાં કામ કરતા રત્ન કલાકારો છે.આજે પણ બે પોઝીટીવ દર્દીઓ છે તે રત્ન કલાકારો છે. જલાલપોર તાલુકાના દેલવાડા ગામનો સુરતના સચીનમાં ન્યુ ડાયમંડ એરામાં કામ કરતો યુવાન અને નવસારી-ગણદેવી રોડ આવેલી મહેન્દ્ર બ્રધર્સ ડાયમંડ કંપનીમાં કામ કરતા આધેડ કોરોનાના શિકાર બન્યા છે.હાલ તેઓને સારવાર અર્થે નવસારી કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડ્યા છે.નવસારી જિલ્લામાં આજસુધી કોરોના પોઝિટિવના કુલ 158 કેસો નોંધાયા છે.જે પૈકી 75 દર્દીઓએ કોરોનાને માત આપી છે.જ્યારે હાલ 77 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 6 દર્દીઓના કોરોનાને પગલે મોત નિપજ્યા હતા.

Share Now