બુશરા બીબી પરનું નિવેદન ઈમરાન ખાનથી સહન ન થતા, પોતાના જ ધારાસભ્યની હકાલપટ્ટી કરી

283

ઈસ્લામાબાદ : પાકિસ્તાના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના મહિલા ધારાસભ્ય ઉઝમા કારદારના કથિત ઓડિયો લીક મામલે તેમની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉઝમાએ તેમના કોઈ પત્રકાર મિત્રની સાથે વાતચીત દરમિયાન ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા બીબી અને પાકિસ્તાનની સેના પર આક્ષેપ કર્યા હતા. તેમની વાતચીતને રેકોર્ડ કરીને બાદમાં વાયરલ કરવામાં આવી હતી.

પીટીઆઈએએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,પંજાબના ધારાસભ્ય ઉઝમા કરદારને અનુશાસન ઉલ્લંઘન કરવા મામલે પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા છે.જો કે પાર્ટીએ આ અંગે વધારે કોઈ જાણકારી આપી નહતી.ઉઝમા પંજાબમાં સૌથી સક્રિય નેતાઓમાંથી એક છે.

ઉઝમાએ જણાવ્યું હતું કે,પાકિસ્તાનને વડાપ્રધાન ઈમરાનની પત્ની બુશરા બીબી ચલાવી રહી છે અને તેઓ તેમની પત્નીને પૂછયા વગર કોઈ કામ કરતા નથી. તે જીન સાથે વાત કરતી મહિલા છે અને તેમને ખબર પડી જાય છે કે આજે ઈમરાન ખાનનો દિવસ કેવો પસાર થયો.

ઉઝમાંએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા તો અમે આરામથી ઈમરાનના ઘરે જતા રહેતા હતા પરંતુ હવે બુશરાના આવ્યા બાદથી શાહ મહમૂદ કુરૈશી પણ ઘરની અંદર જઈ શકતા નથી.તેમણે પાકિસ્તાનની સેનાએ અંગે જણાવ્યું કે,સરકારના દરેક કામમાં સેનાની દરમિયાનગીરી હોય છે અને આમાં ખોટું શું છે. પાકિસ્તાનમાં પહેલાથી જ આવું થયું છે.દેશમાં સેના વગર સરકાર ચાલતી નથી.

Share Now