વલસાડ,06 જુલાઈ : દમણમાં રવિવારે કોરોના પોઝિટિવ કેસના વધુ 19 દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા 172 થઇ છે.આ સાથે જ વધુ 7 દર્દીને રજા અપાતા હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 102 છે જેને મરવડની કોવિંડ ફેસિલિટી સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે.
દાનહમાં 105 કેસો સક્રિય છે.દાદરા નગર હવેલીમા કોરોના પોઝિટિવના નવા 13 કેસ નોંધાતા આંકડો 186 પર પહોંચ્યો છે પ્રદેશમા હાલમા વધુ 13કેસ નવા પોઝેટીવ આવ્યા છે ટોટલ 186 કોરોના પોઝિટિવના કેસો થયા છે જેમાથી 105કેસો સક્રિય છે અને78કેસો રીકવર થઇ ગયા છે.3કેસ માઇગ્રેટેડ છે.9 પોઝીટીવ કેસ હાઈ રિસ્કના કોન્ટેકટમા આવેલ તેવા છે,ચાર પોઝીટીવ કેસ ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે.
સંઘપ્રદેશ દાનહ અને દમણમાં હજુ સુધી એક પણ દર્દીનું કોરોના વાયરસથી મોત થયું નથી.આ ઉપરાંત બંને પ્રદેશમાં દર્દીઓ સારા થવાની સંખ્યા પણ વધી છે. દમણમાં રવિવાર સુધીમાં 70 દર્દીઓ સારા થઇને ઘરે પરત ફર્યા છે.દાનહમાં અત્યાર સુધીનો 41.90 જ્યારે દમણમાં 40.70 ટકા રીકવરી રેટ રહ્યો છે.
દમણ દીવ અને દાનહમાં અત્યાર સુધીમાં અંદાજિત 34,500 સેમ્પલ લેવાયા છે જે પૈકી 373 પોઝિટિવ કેસ મળ્યા છે જેથી સંક્રમણનો દર માત્ર 1.10 ટકા રહ્યો છે. જેની સામે વલસાડ જિલ્લામાં 5,865 સેમ્પલ લેવાયા તેમાંથી 226 પોઝિટિવ કેસ મળતા સંક્રમણનો દર 3.85 ટકા રહ્યો છે.