વલસાડ ઓવરબ્રિજ માટે 180 કરોડની ગ્રાન્ટ મંજૂર

293

વલસાડ,07 જુલાઈ :વલસાડ જિલ્લાની પ્રજા માટે અત્યંત ઉપયોગી વલસાડ રેલવે ઓવરબ્રિજ માટે રાજ્ય સરકારે રૂ.180 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરતાં વર્ષો જૂના આ બ્રિજના નવનિર્માણની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરાશે.હજારો વાહનોથી 24 કલાક ધમધમતા આ બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવા માટે ધારાસભ્ય ભરતભાઇ પટેલ,જિલ્લાના ધારાસભ્યો કનુભાઇ દેસાઇ,અરવિંદ પટેલ વિગેરેઓ સાથે બેઠકમાં આ માતબર ગ્રાન્ટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
વલસાડ આરપીએફ રેલવે ઓવરબ્રિજથી અતુલ જતા માર્ગ તથા ધરમપુર ચોકડી તરફ જતાં રોડ પર આવેલા રેલવે ઓવરબ્રિજના નવ નિર્માણનો પ્રશ્ન હલ થયો છે.હાલમાં રેલવે ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટની કામગીરી પશ્ચિમ રેલવે દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે.ધારાસભ્ચો સાથે આ બેઠકમાં પણ રજૂઆત થતાં ડે.સીએ નિતીનભાઇ પટેલે વલસાડ જિલ્લાને લક્ષ્‍યમાં લઇ રેલવે બ્રિજ માટે રૂ.180.25 કરોડની જંગી ગ્રાન્ટને મંજૂરી આપી હતી.જેને લઇ ભરતભાઇ પટેલે જિલ્લાની પ્રજાવતી ડે.સીએમનો આભાર વ્યક્ત કર્યો હતો.

વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું કે,વલસાડ રેલવે ઓવરબ્રિજ માટે રૂ.180.25 કરોડની ગ્રાન્ટને વહીવટી મંજૂરી બાદ હવે વલસાડના ભગોદ અને પારડીના ઉમરસાડીને જોડતાં કોસ્ટલ રોડ ઉપર રૂ.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું ડે.સીએમ નિતીનભાઇ પટેલના હસ્તે ટૂંક દિવસોમાં લોકાર્પણ કરાશે.

Share Now