બિહારના સીતામઢી શિક્ષા વિભાગમાં તૈનાત એક શિક્ષકે કથિત પણે પાછલા 5 વર્ષથી વેતનની ચૂકવણી નહીં થવા પર આત્મહત્યા કરવાની કોશિશ કરી.શિક્ષક સંજીવ કુમારે હાથ કાપી લોહથી લખ્યું ભ્રષ્ટાચાર મુર્દાબાદ.ત્યાર પછી તેમણે પોતાનું ગળુ કાપી આત્મહત્યા કરવાની કોશિશ કરી.બેભાન અવસ્થામાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. સ્થિતિ ગંભીર જણાતા તેમને મુઝફ્ફરપુર રેફર કરવામાં આવ્યા.
સંજુવ કુમારનું મુઝફ્ફરપુરના SKMCHમાં સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યુંછે કે,તેમણે 2013માં પંચાયત સ્તરે બારિયાપુરના લપટ્ટી ટોલા સ્થિત સ્કૂલમાં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું.2013થી તેમને પગાર મળવાનો શરૂ થયો.ત્યાર પછી તેમને પગાર મળવાનો બંધ થઇ ગયો.પગાર ચૂકવણી માટે તેમણે વર્ષો સુધી વિભાગીય કાર્યાલયમાં ચક્કર લગાવ્યા.શનિવારના રોજ તેઓ એકવાર શિક્ષા વિભાગની ઓફિસ પહોંચ્યા.જ્યાં તેમને ફરી પગાર મળવાની આશા જણાઇ નહીં. તેનાથી તેઓ તણાવમાં આવી ગયા અને પાછા ફરતા સમયે એરપોર્ટ મેદાનમાં ગળુ અને ડાબા હાથની નસ કાપી કાઢી.તેમણે દિવાલ પર પોતાના લોહી વડે લખ્યું ભ્રષ્ટાચાર મુર્દાબાદ લખી પ્રશાસન સમક્ષ પોતાની નાખુશતા વ્યક્ત કરી.
તો બીજી તરફ નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કરવાથી જિલ્લા શિક્ષકોમાં ગુસ્સો વધી ગયો છે.નાખુશ શિક્ષકો શિક્ષા વિભાગની ઓફિસે પહોંચ્યા અને 3 કલાક સુધી પ્રદર્શન કર્યું. તો શિક્ષક સંઘના લોકો કલેક્ટ્રેટ પહોંચી ધરણા પર બેસી ગયા.સ્થિતિની ગંભીરતાને જોતા ડીપીઓ શૈલૈન્દ્ર કુમારે સંજીવ કુમારના બાકી પગારની ચૂકવણી માટે અઢી લાખ રૂપિયાની રકમનો આદેશ બેંકને મોકલ્યો.
શિક્ષક દ્વારા આ રીતનું પગલું લેવાથી સોશિયલ મીડિયા પર પણ લોકોમાં રોષ છે.એક યૂઝરે લખ્યું કે, સંજીવ કુમારને 2015થી પગાર નહોતો મળી રહ્યો. તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને દેશની સિસ્ટમ પર તમાચો માર્યો છે.
તો અન્ય એક યૂઝરે લખ્યું કે,લોકો પોતાનું દુઃખ જોઇ રડતા રહે છે,પણ જ્યારે બીજાનું દુઃખ દેખાઇ છે તો પોતાનું દુઃખ નાનું લાગે છે.કહેવાય છે કે આત્મહત્યા નબળા લોકો કરે છે,પણ તેઓ નબળા બને કેમ છે.તેનો ફરક કોઇને પડતો નથી કે જાણવા પણ માગતા નથી.જે વ્યક્તિ પોતાનો જીવ લે છે તે કોણ જાણે પોતે કેટલી મોત મર્યો હશે.