વલસાડ,08 જુલાઈ : સંઘપ્રદેશ દમણમાં માત્ર એક માસના ટૂંકાગાળામાં જ કોવિડ 19એ ઝડપી બેવડી સદીને પાર કરી છે.મંગળવારે વધુ 10 કેસ પોઝિટિવ નોંધાવાની સાથે વાપીની કંપનીમાં નોકરી કરતો થતા દમણમાં રહેતા યુવકનું મોત પણ થયું છે. દમણમાં કોરોના વાયરસની મોત થવાનો પ્રથમ કેસ નોંધાતા પ્રશાસિનક તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
દમણના મરવડ કોવિંડ સેન્ટરમાં 47 વર્ષના યુવકનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. મૃતક યુવક વાપીની સુપ્રીમ કંપનીમાં નોકરી કરતો હતો અને નાની દમણમાં રહેતો હતો.દમણમાં મંગળવારે કોરોના પોઝિટિવના વધુ 10 કેસ નોંધાતા કુલ આંકડો 202 ઉપર પહોંચી ગયો છે.સાથે જ 2 દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવતા રીકવર દર્દીની સંખ્યા 79 ઉપર પહોંચી છે.આજે વધુ ત્રણ નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.જેમાં મોટી દમણની રોયલ જેમ્સ બિલ્ડિંગ, નાની દમણ ખારીવાડ સ્થિત તિરૂપતિ એપાર્ટમેન્ટ અને નાની દમણ સાગર પેટ્રોલપંપની સામે આવેલી ગ્રીન વેલી વિલા બિલ્ડિંગનો સમાવેશ થાય છે.હાલ દમણમાં કુલ 53 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.