વલસાડ,13 જુલાઈ : ભીલાડ સરીગામ બજાર વિસ્તારમાં ત્રણ દુકાનદારોને કોરાના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.કોરાના સંક્રમણ રોકવા માટે બજારો સાંજે 4 કલાકે બંધ કરવાનો વ્યાપરીઓએ નિર્ણય લીધો છે.
સરીગામ વેપારી વેલ્ફેર એસોસિએશન દ્વારા સરીગામ સહયોગ સદન હોલ ખાતે તત્કાલિક બેઠકનું આયોજન કર્યું હતું.ઉમરગામ તાલુકાના સરીગામ પંચાયત વિસ્તારમાં લોકડાઉન બાદ પ્રથમ વાર જુલાઈ માસમાં એક બાદ એક એમ ત્રણ દુકાનદારોના કોરાના રિપોર્ટ પોઝિટિવ આવતા સરીગામ વિસ્તાર હડકમ મચી જવા પામી છે. દુકાનદારોમાં પણ ફડફડાટ ફેલાઈ જવા પામ્યો છે.સરીગામ વેપારી વેલ્ફેર એસોસિએશન દ્વારા સરીગામ સહયોગ સદન હોલ ખાતે તત્કાલિક બેઠકનું આયોજન કર્યું હતું.જેમાં જમનાદાસ દરજી,દિપક મિસ્ત્રી,ડો.નીરવ શાહ સહિત વ્યાપરી અગ્રણી ઓ હાજર રહ્યા હતા.જેમાં કોરાના વાયરસ સંક્રમણ રોકવા માટે ચર્ચા વિચારણા કર્યા બાદ બજારો 20 જુલાઈ સુધી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે વેપારીઓ લીધેલો આ નિર્ણય સ્વૈચ્છીક છે.હવે પોલીસ વિભાગ કેવો અમલ કરાવે તે જોવું રહ્યું.