કરદાતા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષીસે રાહત આપતી જાહેરાત કરી છે.આવકવેરાનું રીટર્ન ભર્યા બાદ ઈ વેરીફિકેશન ના કરાવ્યા હોવાના કારણે,રદ થઈ ગયેલ રીટર્ન માટે પેનલ્ટી અને કાનુની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.આવકવેરાનું રિટર્ન ભર્યા બાદ ઈ વેરીફિકેશન માટે આઈટીઆઈ ફોર્મ-5 ભરવાનું હોય છે.આ ફોર્મ ભરવાનું ઘણા કરદાતાઓ ભુલી જતા હોય છે.છેલ્લા પાંચ વર્ષ એટલે કે 2015-2016થી લઈને 2019-2020 સુધીના વર્ષમાં જે કોઈ કરદાતાએ ઈ વેરીફિકેશન માટેનું ફોર્મ આઈટીઆર-05 ના ભર્યું હોય તેવા કરદાતાને વધુ એક તક સીબીડીટીએ આપી છે.
બેગ્લોર સીપીસી ખાતે આઈટીઆર-05 સ્પીડ પોસ્ટ કે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કરીને મોકલવા કહ્યું છે.આવા ફોર્મ 30મી સપ્ટેમ્બર સુધી ભરવાની તક આપવામાં આવી છે.બેગ્લોર સીપીસીએ, સીબીડીટીને જાણ કરી હતી કે મોટાભાગના કરદાતાઓએ તેમના રીટર્ન ઈ ફાઈલ કર્યા છે.પરંતુ તેના માટે જરૂરી આઈટીઆર 05 ના ભર્યુ હોવાના કારણે અનેક રીટર્ન પેન્ડીગ પડ્યા છે.આ રજૂઆત બાદ સીબીટીડીએ છેલ્લા પાંચ વર્ષમાં ઈ ફાઈલ કરનારા કરદાતાએ આઈટીઆર 5 ના ભર્યુ હોય તેમને 30મી સપ્ટેમ્બર સુધીમાં ભરી દેવા જાણ કરી છે.