દિલ્હી : ભારત અને નેપાળ વચ્ચે વિવાદ રોકવાનું નામ લઇ રહ્યો નથી. આ જ ક્રમમાં નેપાળે ઘણી ભારતીય ચેનલો પર અપમાનજનક કન્ટેન્ટ બતાવવાને લઈને ભારતને એક ડીમાર્શ આપ્યો છે. દિલ્હીમાં નેપાળ દૂતાવાસે વિદેશ મંત્રાલયને એક પત્ર સોંપતા કહ્યું હતું કે,ઘણા ભારતીય મીડિયા નેટવર્કમાં અપમાનજનક કન્ટેન્ટ નેપાળ અને ભારત વચ્ચેના સંબધોમાં ખલેલ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.
આ પહેલા નેપાળે પોતાને ત્યાં ભારતીય ચેનલોનું પ્રસારણ પણ બંધ કરી દીધું છે.નેપાળનો આરોપ છે કે,ભારતીય મીડિયા હાઉસ અપમાનજનક કન્ટેન્ટ બતાવી રહ્યા છે. એક આદેશમાં નેપાળે કેબલ ઓપરેટર્સને ભારતીય ખાનગી ચેનલોનું પ્રસારણ રોકવા માટે સુચના આપી દીધી હતી,જોકે દૂરદર્શનને પ્રતિબંધથી બહાર રાખવામાં આવ્યું છે.નેપાળનો આરોપ છે કે, ભારતીય મીડિયા ચેનલ ભારત-નેપાળના મુદ્દાને ગંભીરતાથી લઇ રહી નથી.નેપાળમાં લોકોને ભારતના આ પગલાનો ખુબ જ વિરોધ કર્યો હતો,ત્યારબાદ નેપાળ સરકારે આદેશ જાહેર કર્યો હતો.
ભારતીય ખાનગી ચેનલો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય વિદેશી સમાચાર વિતરક સંગઠન – મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ તરફથી ભારતના રાષ્ટ્રીય સમાચાર નેટવર્ક, દૂરદર્શનને છોડીને તમામ ખાનગી ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો છે.નેપાળના ભારતીય મીડિયા ચેનલો સામે નારાજગી જોવા માટે મળી હતી,ઘણા રિપોર્ટમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને નેપાળમાં ચીની રાજદૂત હોઉં યાંકી સહિત અનેક નેપાળી નેતાઓ પર ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.