બુલેટ ટ્રેન માટે 60% જમીન સંપાદીત પણ 2023ની ડેડલાઈનમાં કામ પુરું નહીં થાય

255

નવી દિલ્હી તા.14 : અસરગ્રસ્ત લોકોના વિરોધ અને મહારાષ્ટ્ર સરકારના પ્રતિકાર છતાં અમદાવાદ અને મુંબઈ વચ્ચેના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જરૂરી જમીનની 60% સંપાદન કરવામાં સફળતા મળી છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વચલો પ્રોજેકટ કોરોના મહામારીના કારણે ડીસેજર 2023 સુધીમાં પુરો થવા બાબતે આશંકા પ્રવર્તે છે.

ભારતને બુલેટટ્રેન રોડમેપમાં મુકવા રચાયેલી કંપ્ની નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર અચલ ખરેએ જણાવ્યું હતું કે અમે 60% જમીન સંપાદન કરી છે. ગુજરાતમાં 77% જેટલી જમીન સંપાદન કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે જમીનની જરૂરિયાત 1434.37 હેકટરમાંથી ઘટાડી 1380.08 હેકટર કરવામાં આવી છે.સંપાદીત કરાયેલી જમીનમાંથી 1004.91 હેકટર ખાનગી છે.અત્યાર સુધીમાં 820-830 હેકટર જમીન મેળવી લેવાઈ છે.કુલ રૂા.88000 કરોડની લોનમાંથી 15,000 કરોડની લોન માટે ભારતે જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી સામે કરાર કર્યા છે.પ્રોજેકટમાં અંદાજીત ખર્ચ રૂા.1.08 લાખ કરોડ છે. એમાં 81%નો ખર્ચ આ એજન્સી તરફથી ફાયનાન્સ થશે.

મોટાભાગની જમીન મેળવી લેવામાં આવી છે.વિચિત્રતા એ છે કે સોશ્યલ ઈમ્પેકટ અને એન્વાયરમેન્ટ ઈમ્પેકટની સુનાવણીમાં લોકોની પુછપરછનો જવાબ આપવામાં આવતો નથી. ગુજરાતમાં ખાનગી જમીનનો ધરાર કબજો લેવાયો છે અને મહારાષ્ટ્રમાં પણ સીધી ખરીદીના અગાઉના મોડેલનો નિયમ બદલવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં પાલઘર અને ગુજરાતીમાં નવસારી જેવા સ્થળોએ જમીન સંપાદનની કામગીરી વિકટ રહેશે એવું કેટલાક એનજીઓ માને છે.

જમીન સંપાદન ઉપરાંત જાપાનીઝ યેન સામે રૂપિયો નબળો પડતા પ્રોજેકટ ખર્ચમાં વધારો ચિંતાનો વિષય છે. ગત વર્ષે કંપ્નીએ નવ સિવિલ વર્ક ટેન્ડર જારી કર્યા હતા.જુલાઈના અંત અથવા ઓગસ્ટની શરુઆતમાં એ ખોલાશે.આ સિવિલ વર્કમાં સ્ટેશનો પૂણે વાયાડકટ કામોનો સમાવેશ થાય છે.

Share Now