આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે થયેલા વિવાદ બાદ મહિલા કોન્સ્ટેબલ(એલઆર) (LR) સુનિતા યાદવે ફરી એક વીડિયો વાયરલ કરી નવા વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.તેણે જણાવ્યું છે કે તે રાત્રે મારી સાથે જે ઘટના થઈ ત્યારે તે સમયે ત્યાં એક ફ્રેન્ડ ઓફ પોલીસ હાજર હતો.હું તેને નથી ઓળખતી પરંતુ અગર એ પોલીસ ફ્રેન્ડ ત્યાં નહીં હોત તો મારી સાથે કાંઈ પણ થઈ શકતું હતું. દિલ્હીમાં જે નિર્ભયા કાંડ થયું છે તેવું નિર્ભયા કાંડ-2 મારી સાથે થઈ શક્યું હોત અને તમે બધા આજે કેન્ડલ લાઈટ લઈને રોડ પર ઉતરી ચુક્યા હોત.
જણાવી દઈએ કે મંત્રીના દિકરા સાથે વિવાદ બાદ સુનિતા યાદવની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે.જેમાં તે પોતે બીજાને કાયદા શીખવાડે છે અને પોતે પણ જોરથી બોલાચાલી કરી અનેક મર્યાદાઓનું ઉલ્લંઘન કરતી દેખાય છે ત્યારે તેનો વધુ એક વિડિયો વધુ વિવાદ સર્જે તો નવાઈ નહીં. બીજી તરફ સુનિતાએ રાજીનામા અંગે માત્ર ટેલિફોનિક જાણ કરી હોવાનું જણાવ્યું છે.જ્યારે વાઈરલ થયેલા વીડિયો અંગે જણાવ્યું હતું કે,જે મીડિયા અને સોશિયલ મીડિયામાં આવ્યું તે કાંઈ જ નથી આખી ફિલ્મ આવવાની બાકી છે. સુનિતાએ જણાવ્યું હતું કે,મારે રાજકારણમાં આવવું હોય તો ઘણી ઓળખ છે.મારે IPS બનવું છે.જીવતી રહીશ તો IPS બનીને લોકોને બતાવીશ.મારા FOP મિત્રે તે દિવસે મારી મદદ ન કરી હોત તો દિલ્હીની નિર્ભયા કાંડની ઘટના જેવી જ મારી સાથે નિર્ભયા 2 થઈ જાત.