સુરત અને જલાલપોરમાં ૫ ઇચ: ૧૦૧ તાલુકામાં વરસાદ

301

સુરત, નવસારી, વલસાડ સહિત રાયના અનેક જિલ્લાઓમાં આજે સવારથી મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે અને રાયના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો હોવાથી ગમે ત્યારે વરસાદ તૂટી પડે એવું વાતાવરણ છે.

નવસારી જિલ્લાના જલાલપોરમાં ૧૨૫ મીલીમીટર વરસાદ નોંધાયો છે અને આજે સવારથી ફરી જોરદાર વરસાદ શ થઈ ગયો છે.આવી જ રીતે વલસાડ જિલ્લામાં પારડીમાં અને વલસાડ શહેરમાં બબ્બે ઈંચ વરસાદ તથા ઉમરગામમાં પોણા બે ઈંચ વરસાદ પડા પછી આજે સવારે ફરી આ વિસ્તારમાં ધોધમાર વરસાદ શ થઈ ગયો છે.

સ્ટેટ કંટ્રોલ મના જણાવ્યા મુજબ સુરતમાં પાંચ ઈંચ વરસાદ પડયો છે.સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડા બાદ આજે સવારથી ફરીથી ધોધમાર વરસાદ શ થયો છે અને વધુ દોઢ ઈંચ પાણી પડી ગયું છે.ખેડા જિલ્લાના કપડવંજમાં બે અને મહત્પધામાં એક ઈચ પાણી પડું છે.

આ ઉપરાંત સાબરકાંઠા, તાપી, વલસાડ, વાપી,ગણદેવી, બારડોલી, ડેડીયાપાડા સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડો છે અને સવારે પણ વરસાદ ચાલુ છે.

Share Now