વલસાડ,15 જુલાઈ : ઉમરગામ સંજાણ પંચાયત કચેરીને મળતી સરકારી ગ્રાન્ટ થકી કરવામાં આવતા વિકાસના 07 જેટલા કામોમાં મનસ્વીપણે દુરુઉપયોગ કરવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદ કલેક્ટર, DDO સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને માજી ઉપસરપંચ ફકીરભાઈ સહિત અન્ય 04 જેટલા પંચાયત સભ્યોએ કરી પંચાયતના વહીવટ સામે પ્રશ્નો ઉભા કરી તપાસ માગી છે. આ બાબતે દક્ષા બેન કાચરા સરપંચ સંજાણ પંચાયતનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.