વલસાડ,15 જુલાઈ : સંઘપ્રદેશ દમણમાં કોરોના છેલ્લા ત્રણેક દિવસથી ધીમો પડ્યો હોવાનું જણાય આવે છે.સોમવારે પ્રદેશમાં કોરોનાના વધુ 12 કેસ નોંધાતા કુલ આંકડો 264 ઉપર પહોંચ્યો છે તો સાથે જ એક જ દિવસમાં 23 દર્દીને રજા આપી છે.દમણમાં સોમવારે ફરી એક વખત ડાભેલની હરીશ ચાલને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને સીલ કરી હતી.હાલમાં દમણના કચીગામ, દુનેઠા, દલવાડા અને ડાભેલ વિસ્તારમાં સૌથી વધુ કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 57 ઉપર પહોંચી છે.