ગણદેવી તાલુકામાં સર્વત્ર 2 ઇંચ મેઘ મહેર, ખેડૂતોમાં ખુશહાલી

292

વલસાડ,15 જુલાઈ : બીલીમોરા ગણદેવી તાલુકામાં મંગળવાર સાંજે વિતેલા 10 કલાકમાં વધુ બે ઇંચ (48 મિમી) વરસાદ વરસ્યો હતો.તે સાથે મોસમનો 13.5 ઇંચ (335 મિમી) વરસાદ નોંધાયો હતો.અંબિકા નદી 2.180 મીટરની સામાન્ય જળ સપાટીએ વહી રહી હતી.

અંબિકા નદીની જળસપાટી 2.180 મીટરએ વહેતી જોવાઈ.ગણદેવી તાલુકામાં એક દિવસના વિરામ બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું.મંગળવાર વહેલી સવારથી બપોરે 12 કલાક સુધી બે ઇંચ (48 મિમી) વરસાદ વરસ્યો હતો. આ સાથે તાલુકામાં મોસમનો 13.5 ઇંચ (335 મિમી) વરસાદ નોંધાયો હતો.હાલ વરસેલા વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી છે.હજુ તો આ વરસાદની શરૂઆત જ છે ત્યારે ઠેરઠેર પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઇ છે.સંપૂર્ણ ચોમાસામાં પાણીનો નિકાલની સમસ્યા વકરે તેવુ જણાય રહ્યું છે.

Share Now