– સોશિઅલ મીડિયા ઉપર ‘રાવણ દહન’ ની માંગણી કરી
કાઠમંડુ : મર્યાદા પરસોત્તમ ભગવાન શ્રી રામને નેપાળી ગણાવનાર નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલી વિરુદ્ધ નેપાળી હિંદુઓ પણ ભડક્યા છે.જેઓ સોશિઅલ મીડિયામાં તેમની ભારે મજાક ઉડાવી રહ્યા છે.
તેઓ ઓલીની સરખામણી મોર્ડન રાવણ સાથે કરી રહ્યા છે.એટલુંજ નહીં રાવણ દહનની પણ માંગણી કરી રહ્યા છે.તથા મજાક કરી રહ્યા છે.
અમુક નેપાળી હિંદુઓ તેને ચીનની કઠપૂતળી પણ ગણાવી રહ્યા છે.અને તેને ડ્રગની લત લાગી ગઈ હોવાની પણ શંકા કરી રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.