ડિજિટલ હુમલાથી દુનિયા સ્તબ્ધઃ સૌથી મોટા હેકિંગમાં સામાન્ય લોકોને થયું કરોડોનું નુકસાન

275

નવી દિલ્હી, તા.૧૬: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યાર સુધીનો સૌથી મોટો સાઇબર હુમલો થયો છે.તેમાં અમેરિકાના અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યા છે.તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા,માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ,દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વારેન બફે સામેલ છે.

એકાઉન્ટ હેક કર્યા બાદ તમામ એકાઉન્ટ્સથી ટ્વિટ કરી બિટકોઇનના રૂપમાં પૈસા માંગવામાં આવી રહ્યા હતા.બિલ ગેટ્સના ટ્વિટર એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે, ‘દરેક મને પરત આપવાનું કહી રહ્યા છે અને હવે સમય આવી ગયો છે.હું આગામી ૩૦ મિનિટ સુધી બીટીસી એડ્રેસ પર મોકલવામાં આવેલા તમામ પેમેન્ટ્સને બમણા કરી રહ્યો છું.તમે એક હજાર ડોલર મોકલો અને હું આપને બે હજાર ડોલર પરત મોકલીશ.’ જોકે, આ મુશ્કેલીને દૂર કરી દેવામાં આવી છે.

સાઇબર સિકયુરિટી હેડ કરનારી અલ્પેરોવિચનું કહેવું છે કે સામાન્ય લોકોને કેટલેક અંશે નુકસાન પહોંચ્યું છે.આ હેકની વચ્ચે હેકર્સ લગભગ ૩૦૦ લોકો પાસેથી ૧ લાખ ૧૦ હજાર બિટકોઇન ખંખેરવામાં સફળ રહ્યા છે.

બિલ ગેટ્સ,ઓબામા,વારેન બફે સહિત અનેક દિગ્ગજોના એકાઉન્ટ હેક નોંધનીય છે કે,જે રીતે રૂપિયા કે ડોલર છે,તેવી જ રીતે બિટકોઇન હોય છે,તે એક ડિજિટલ કરન્સી છે, જેને ડિજિટલ બેંકમાં જ રાખી શકાય છે.હાલમાં તેને કેટલાક દેશોમાં લાગુ કરવામાં આવી છે અને દરેક સ્થળે એક બિટકોઇનની કિંમત ઘણી વધુ છે. રોકાણ માટે લોકોને તે ઘણી આકર્ષે છે.હાલના સમયમાં તે દુનિયાની સૌથી મોંઘી કરન્સી છે.એક બિટકોઇનની કિંમત ૭ લાખ રૂપિયાથી આસપાસ છે.

ડિજિટલ હુમલો : અમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યા છે.તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા , માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વારેન બફે સામેલ છે.આ ઉપરાંત અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં ઉમેદવાર જો બિડનનું પણ ટ્વિટર હેન્ડલ હેક કરી લેવામાં આવ્યું છે.આઇફોન બનાવનારી કંપની એપલ પણ આ સાઇબર અટેકનો શિકાર થઈ છે.

Share Now